Gujarat Elections, Overall 58.70 percent voting for 93 seats in the second phase
ગુજરાત વિધાનસભાની બીજી તબક્કાની ચૂંટણીમાં 5 ડિસેમ્બરે અમદાવાદમાં મતદાન માટે લોકો લાઇન ઊભા છે. (PTI Photo)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં સોમવાર, 5 ડિસેમ્બરે મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં આશરે 58.60 ટકા મતદાન થયું હતું. મતદાતનના આ આંકડા સાંજે 5 વાગ્યા સુધીની છે અને તેમાં વધારો થશે.

14 જિલ્લાની 93 બેઠકો માટે 833 ઉમેદવારોનો ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં સીલ થયું હતું. ચૂંટણીનું રિઝલ્ટ 8 ડિસેમ્બરે જાહેર થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાયું હતું, જેમાં સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું, જે 2017ની ચૂંટણીમાં સરખામણીમાં આશરે 5 ટકા ઓછું હતું.

બીજા તબક્કાના ચૂંટણીના મેદાનમાં રહેલા અગ્રણી ઉમેદવારોમાં ઘાટલોડિયાથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણથી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનો સહિતના દિગ્ગજ ઉમેદવારોનું ભાવ ઇવીએમમાં સીલ થયું હતું. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લામાં બેઠકો પર મતદાન થયું હતું.

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

આ મતવિસ્તારોમાં 2.54 કરોડ નોંધાયેલા મતદારો હતા. 26,409 બૂથ પર મતદાન યોજાયું હતું અને લગભગ 36,000 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ આપી ન હતી, તેથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પાદરા, બાયડ અને નાંદોદ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્યો દિનુ સોલંકી, ધવલસિંહ ઝાલા અને હર્ષદ વસાવા પણ અપક્ષ તરીકે મેદાનમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 અને 2 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં બે રોડ-શો સહિત ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કર્યો હતો. મોદીએ છેલ્લા બે દિવસમાં પંચમહાલ, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આણંદ અને અમદાવાદ જિલ્લામાં સાત ચૂંટણી રેલીઓને પણ સંબોધી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ અને વાઘોડિયામાં રેલીઓને સંબોધી હતી.

LEAVE A REPLY