Gujarat Election: BJP announced the third list of 12 candidates
સુરતમાં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ સોમવાર, 14 નવેમ્બરે ઉમેદવારીપત્ર ભર્યું હતું. (PTI Photo)

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સોમવારે રાત્રે વધુ 12 ઉમેદવારોની યાદી જારી કરી હતી. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી ચૂંટણી લડશે. ત્રીજી યાદી સાથે ભાજપે કુલ 182 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 178 ઉમેદવારો જાહેર કર્યા છે. શાસક પક્ષે પ્રથમ યાદીમાં 160, બીજી યાદીમાં છ અને ત્રીજી યાદીમાં 12 નામ જાહેર કર્યા હતા.

તાજેતરની યાદીમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેનાથી ભાજપની કુલ મહિલા ઉમેદવારોની સંખ્યા વધીને 17 થઈ છે. ભગવા પાર્ટીએ ગાંધીનગર ઉત્તરની બેઠકમાંથી રીટાબેન પટેલ અને પાટણમાંથી રાજુલબેન દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે.

નવી યાદીમાં સયાજીગંજ બેઠક પરથી વડોદરાના મેયર કેયુર રોકડિયાની આશ્ચર્યજનક જાહેરાત કરવામાં આવી હતી. રાધનપુરના કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 2019ની રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પરંતુ રાધનપુર બેઠક પરથી તેઓ પાછળથી પેટાચૂંટણી હારી ગયા હતા. ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ અને કલોલ એ ત્રણ વિધાનસભા બેઠકો ગાંધીનગર લોકસભા બેઠકનો ભાગ છે, જેનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ કરે છે. અમિત શાહે રવિવારથી ગુજરાતમાં ધામા નાંખ્યા હતા. ગાંધીનગરના પૂર્વ મેયર રીટા પટેલને ગાંધીનગર ઉત્તર બેઠક પરથી જ્યારે બકાજી ઠાકોરને કલોલ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

અન્ય ઉમેદવારોમાં રાધનપુરથી લવીંગજી ઠાકોર, પાટણથી ડો.રાજુલબેન દેસાઈ, હિંમતનગરથી વીડી ઝાલા અને વટવાથી બાબુસિંહ જાદવનો સમાવેશ છે. ભૂતપૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને પડતા મૂકવામાં આવ્યા છે.
કમલેશ પટેલ પેટલાદથી ભાજપના ઉમેદવાર છે, વર્તમાન પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદથી, જયંતિ રાઠવા પાવી-જેતપુરથી અને મહેશ ભુરિયા ઝાલોદ મેદાનમાં છે. ભાજપે સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના સ્થાને વડોદરાના મેયર કેયુર રોકડિયાને ટિકિટ આપી છે. સુખડિયાએ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે 2022ની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.

બેઠક ઉમેદવાર

ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર

પાટણથી રાજુલ દેસાઈ

કલોલથી બકાજી ઠાકોર

રાધનપુરથી લવીંગજી ઠાકોર

ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ

સયાજીગંજથી કેયુર રોકડિયા

પાવી જેતપુરથી જયંતીભાઈ રાઠવા

ઝાલોદથી મહેશ ભૂરિયા

મહેમદાબાદથી અર્જુનસિંહ ચૌહાણ

પેટલાદથી કમલેશ પટેલ

હિંમતનગરથી વી.ડી ઝાલા

વટવા બાબુસિંહ જાધવ

LEAVE A REPLY