Ballot Box assembly elections in Gujarat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં વહેલી ચૂંટણી આયોજન થાય તેવી અટકળો વચ્ચે ચૂંટણીપંચે નિર્ધારિત ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજાશે તેવી સ્પષ્ટ સંકેતો આપ્યા છે. જો રાજ્ય સરકારે વહેલી ચૂંટણી યોજવી હોય તો 20 એપ્રિલ પહેલા મુખ્યપ્રધાને રાજ્યપાલ સમક્ષ રાજીનામું આપવું પડે. આ પછી રાજ્યપાલે રાજ્ય સરકારના રાજીનામાં અગે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય ચૂંટણી પંચને જાણ કરી પડે છે આ પ્રક્રિયામાં 7 દિવસ અને ઓછામાં ઓછા 5 દિનસ લાગી શકે છે.

ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમોને જોતા કોઈ સંજોગો દેખાતા નથી કે, રાજ્ય સરકાર રાજીનામું આપીને વિધાનસભાનું વિસર્જન કરે. અર્થાત હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી નહીં પણ ડિસેમ્બર 2022માં જ યોજાશે તેવી પૂરેપેરી શક્યતા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત સરકારના રાજીનામા બાદ ત્રણ દિવસ સુધી આ સંદર્ભે ચર્ચા વિચારણા કરીને ગુજરાત ચૂંટણી પંચના એકમ પાસેથી આવી પડનારી ચૂંટણી સમદર્ભની તૈયારીઓનો અહેવાલ મંગાવે છે. જો કેન્દ્રીય ચૂંટણી પંચ જૂનના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજવાનું નક્કી કરે તો ચૂંટણી પંચ દ્વારા મે મહિનાના પ્રથમ અઠવાડિામાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું પડે. તેના 10 દિવસનો સમય ઉમેદવારી પત્ર ભરવાથી માંડીને પરત ખેંચવા અને ચકાસણી માટેનો હોય અને ત્યારબાદ 14 દિવસનો સમય પ્રચાર કરવા માટે આપવો પડતો હોય છે. આ બધી ગણતરી મુકીએ તો મે મહિનો આખો પૂર્ણ થઈ જાય અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જતાં 15મી જૂન બાદ કોઈ પણ સંજોગોમાં ટૂંટણી યોજવી સંભવ નથી.