સાઉથ લંડનના આશ્રમ એશિયન એલ્ડર્લી ડે સેન્ટર ખાતે બુધવાર તા. 1 મે, 2024ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ‘ગુજરાત ડે’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રવિણભાઈ અમીન દ્વારા સદીઓથી વિ કસતી વિવિધ સંસ્કૃતિ સાથે ગુજરાતના ઇતિહાસ, વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને શિક્ષણ સહિત ગુજરાતની વર્તમાન ઝડપી પ્રગતિનો ઉલ્લેખ કરાયો હતો.
આ પ્રસંગે સૌએ રાષ્ટ્ર ગીત, પરંપરાગત ગુજરાતી ગીતો અને ગરબા સહિતના સંગીતનો આનંદ માણ્યો હતો. બપોરે સૌએ શાકાહારી ભોજન માણ્યું હતું. સંપર્ક: પ્રવિણભાઇ અમીન 07967 013 871.