ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1078 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 71 હજારને પાર થઇને 71064 થયો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 14272 છે અને તેમાંથી ૭૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 25 ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2654 થયો છે. ગુજરાતમાં ઓગસ્ટના ૯ દિવસમાં જ ૯૬૨૬ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૧૫ના મૃત્યુ થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 1311 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓનો કુલ આંક હવે 54138 થયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 222, અમદાવાદમાંથી 153, વડોદરમાંથી 110, રાજકોટમાંથી ૯૫ દર્દીઓ કોરોના મુક્ત જાહેર થયા છે. આ ઉપરાંત પ્રથમ વાર 24 કલાકમાં 30985 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ ટેસ્ટ હવે 987630 થયા છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના તમામ ૩૩ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 222 સુરતમાં નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે 15225 થયો છે. બીજી તરફ અમદાવાદમાં વધુ 153 સાથે કુલ કેસ હવે 27898 છે. દૈનિક કુલ કેસ પૈકી સુરત શહેરમાં 178, અમદાવાદ શહેરમાં 138 નવા કેસ નોંધાયા છે.
અન્ય જિલ્લાઓ કે જેમાં વધુ કેસ નોંધાયા તેમાં 110 સાથે વડોદરા, 95 સાથે રાજકોટ,63સાથે જામનગર, 35 સાથે ભાવનગર, 47 સાથે પંચમહાલ, ૩૫ સાથે અમરેલી, 32 સાથે ગીર સોમનાથ, 28 સાથે ભરૃચ, 27 સાથે ગાંધીનગર-જુનાગઢ, ૨૫ સાથે કચ્છ, 21 સાથે વલસાડનો મુખ્યત્વે સમાવેશ થાય છે. એક્ટિવ કેસને મામલે ફરી એકવાર સુરત કરતા અમદાવાદ મોખરે રહ્યું છે. જેમાં અમદાવાદમાં 3766, સુરતમાં 2985, વડોદરામાં 1180,રાજકોટમાં 1158 એક્ટિવ કેસ છે.
છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 9 ના મૃત્યુ થયા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે 501 થયો છે. રાજકોટમાં પાંચ, અમદાવાદ-વડોદરામાં 3-3 , કચ્છમાંથી 2, અન્ય રાજ્ય-મહેસાણા-જુનાગઢમાંથી 1-1 મૃત્યુ થયા હતા. આમ, પ્રથમવાર અમદાવાદ કરતા રાજકોટમાં દૈનિક મૃત્યુ વધારે નોંધાયા હતા. ગુજરાતમાં હાલ 4.88 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.