ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા ૩૩ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત 29 માર્ચ પછી એક્ટિવ કેસનો આંકડો 170ને પાર થયો છે. બુધવારે ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 24, વડોદરામાંથી 8 અને જામનગરમાંથી એક નવો કેસ સામે આવ્યો હતો. આમ, ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસ પૈકીના 80 ટકા કેસ તો માત્ર અમદાવાદમાંથી છે. રાજ્યમાં અત્યારે 173 સક્રિય કેસ છે. આ પૈકી 119 દર્દીઓ માત્ર અમદાવાદમાં સારવાર હેઠળ છે. સૌથી વધુ એક્ટિવ કેસમાં વડોદરા ૩૩ સાથે બીજા સ્થાને છે. ૧૮ જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દી અત્યારે સારવાર હેઠળ નથી. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 12 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 12,13, 446 દર્દી કોરોનામાંથી સાજા થયા છે અને સાજા થવાનો દર ૯૯.૦૯ ટકા છે. મંગળવારે વધુ 45073 લોકોએ કોવિડ વેક્સિન લીધી હતી. આ સાથે જ રાજ્યમાં કુલ 10.82 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.