રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે જ્યારે 153 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં 5804 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 319એ પહોંચ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કલોલ નજીકના વડસર એરફોર્સ સ્ટેશનમાં એક જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં એકસાથે નવા 17 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5449 થઇ છે, જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 290 પહોંચ્યો છે અને કુલ 1042 દર્દીઓ સાથા થઇ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સતત પાંચમાં દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજથી ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટો સાથે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થશે.
