ગુજરાતમાં કોરોના વાયરસના દરરોજ સતત 500થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ 11માં દિવસે આગળ ધપ્યો છે. છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લામાંથી વધુ 549 કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 28 હજારને પાર થઇને 28429 થઇ ગયો છે. કોરોનાથી વધુ 26 વ્યક્તિના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક હવે 1711 થયો છે. માત્ર જૂન માસમાં જ 672 વ્યક્તિને કોરોના ભરખી ગયો છે.
ગુજરાતમાં હવે કોરોના સંક્રમણ સુરતમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સુરતમાં હવે 175 કેસ સાથે કુલ કેસનો આંક હવે 3540 થઇ ગયો છે. છેલ્લા 3 દિવસમાં સુરતમાં કુલ 483 કેસ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 152 અને સુરત ગ્રામ્યમાંથી 23 નવા કેસ સામે આવ્યા છે. એકતરફ સુરતમાં ચિંતાજનક સિૃથતિ તો બીજી તરફ અમદાવાદમાં રાહત અપાવે તેવી સિૃથતિ છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 કેસ નોંધાયા હતા. 21 મેના છેલ્લે 233 કેસ નોંધાયા બાદ અમદાવાદમાં આ સૌથી ઓછા કેસ છે. આમ, બરાબર એક મહિના બાદ અમદાવાદમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 19386 છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી 230 અને અમદાવાદ ગ્રામ્યમાંથી 5 કેસ નોંધાયેલા છે.
આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં 42 સાથે વડોદરા, 12 સાથે જામનગર, 11 સાથે ભરૂચ, 10 સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે. આમ, કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લાઓમાં અમદાવાદ-સુરત બાદ વડોદરા 1940 સાથે ત્રીજા, મહેસાણા 580 સાથે ચોથા, ભાવનગર 208 સાથે પાંચમાં અને રાજકોટ 188 સાથે છઠ્ઠા સૃથાને છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 15, સુરતમાંથી 6, ગાંધીનગરમાંથી 2 અને અમરેલી-દેવભૂમિ દ્વારકા-પાટણમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કુલ મૃત્યુઆંક હવે અમદાવાદમાં 1363, સુરતમાં 134, વડોદરામાં 47, ગાંધીનગરમાં 25 છે.
ગુજરાતમાં હાલ 6197 એક્ટિવ કેસમાંથી 62 વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 604 સાથે ડિસ્ચાર્જ મેળવનારા કુલ દર્દીઓની સંખ્યા 20521 થઇ ગઇ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ કુલ 2,28,177 વ્યક્તિઓ ક્વોરન્ટાઇન હેઠળ છે. ગુજરાતમાં 2,28,177 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. જેમાં ગુજરાતમાંથી સૌથી વધુ 159033 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ સિવાય ગાંધીનગર 13600 સાથે બીજા, સુરત 11630 સાથે ત્રીજા સૃથાને છે.