ગુજરાતમાં બુધવારે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 1,790 કેસ નોઁધાતા અને આઠ વ્યક્તિના મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ આજે 1,277 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને ઘરે પહોંચ્યા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 95.45 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,78,880 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે ધન્વતંરી રથની સેવાઓમાં વધારો કર્યો હતો. 775થી વધારી 958 ધન્વંતરી રથ કાર્યરત કરાયા છે.
સરકારની બુધવાર સાંજની માહિતી મુજબ અમદાવાદમાં 514 નવા કેસ અને 2નાં મોત નિપજ્યા હતા, જ્યારે સુરતમાં 582 કેસ અને 2નાં મોત થયા હતા. વડોદરામાં 165 નવા કેસ અને 1 વ્યક્તિનું મોત થયું હતું.
આ ઉપરાંત રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 38, જામનગરમાં 35, ગાંધીનગરમાં 39 કેસ, ખેડા, પાટણમાં 19 – 19, મહેસાણામાં 17 કેસ, નર્મદામાં 17, દાહોદમાં 16, કચ્છમાં 15 કેસ, બનાસકાંઠામાં 15, ભરૂચમાં 13, મોરબીમાં 12 કેસ, મહિસાગરમાં 11, આણંદમાં 10, સાબરકાંઠામાં 9 કેસ, સુરેન્દ્રનગર, તાપીમાં 8 – 8, દ્વારકામાં 7 કેસ, વલસાડ, નવસારીમાં 7 – 7, ગીર સોમનાથમાં 6 કેસ, પંચમહાલમાં 5, ડાંગમાં 4, અરવલ્લીમાં 2 કેસ, પોરબંદરમાં 2, બોટાદ, છોટા ઉદેપુરમાં 1 – 1 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં બુધવારની સાંજ સુધી 8823 એક્ટીવ કેસ હતા. તેમાંથી 79 દર્દીઓ વેન્ટીલેટર પર હતા. ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4,466 લોકોના મોત થયા છે.