છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. મંગળવાર, 16 માર્ચે રાજ્યમાં કોવિડ-19ના 954 કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 703 દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. અત્યાર સુધી ગુજરાતમાં 2,70,658 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 96.65 ટકા થયો હતો.
સરકારે મંગળવારે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 2 દર્દીનાં મોત થયા હતા. તેનાથી રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4,427 થયો હતો. સુરતમાં કોરોના વાઇરસના 292 અને અમદાવાદમાં 247 કેસ નોંધાયા હતા. વડોદરામાં 109, રાજકોટમાં 85, જામનગરમાં 20 અને ગાંધીનગરમાં 21, ભાવનગરમાં 15 અને જૂનાગઢમાં 5 કેસ, ભરૂચમાં 29, ખેડામાં 15, આણંદમાં 14 કેસ, મહેસાણામાં 14, કચ્છ – પંચમહાલમાં 10 – 10 કેસ નોંધાયા હતા.
જોકે બોટાદ અને ડાંગ એમ કુલ 3 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4,966 થઈ હતી, જેમાંથી 58 દર્દી વેન્ટીલેટર પર હતા. સોમવારે 1,72,313 વ્યક્તિઓનું રસીકરણ સાથે કુલ 22,15,092 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,42,981 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ થયું હતું.