ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે છેલ્લાં ચાર દિવસથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. આની સામે 301 દર્દીઓ કોરોનાથી રિકવર થયા હતા. તેનાથી રિકવરી રેટ 97.49% નોંધાયો હતો.
સરકારે રવિવારે સાંજે જાહેર કરેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી એક દર્દીનું મોત થતાં અત્યાર સુધીમાં નોંધાયેલા મૃત્યુઆંકનો કુલ આંકડો 4,410 થયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 2,63,116 દર્દીઓ રિકવર થયા છે.
અરવલ્લી, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી સહિત સાત જિલ્લ્માં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. રાજ્યમાં રવિવારની સાંજ સુધીમાં કુલ 2663 એક્ટીવ કેસ હતા. જેમાંથી 32 લોકો વેન્ટીલેટર પર હતા. 2,331 લોકોની તબિયત સ્થિર હતી.
રવિવારે અમદાવાદ શહેરમાં 108 કેસ નોંધાયા હતા અને એકનું મોત થયું હતું, સુરત શહેરમાં 74, વડોદરામાં 63 કેસ, રાજકોટમાં 52, ગાંધીનગરમાં 11, જામનગરમાં 8 કેસ, જૂનાગઢમાં 6, ભાવનગરમાં 3, આણંદમાં 13 કેસ, કચ્છમાં 11, ખેડામાં 10, મહેસાણામાં 8 કેસ, સાબરકાંઠામાં 7, મોરબી – પંચમહાલમાં 5 – 5 કેસ, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદામાં 3 – 3 કેસ, મહિસાગર, ગીરસોમનાથમાં 3 – 3, વલસાડમાં 1 કેસ, અમરેલી, બનાસકાંઠા, દાહોદ, દ્વારકામાં 1 – 1 કેસ નોંધાયો હતો.