રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે. 43 દિવસ બાદ બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. સરકારના ગુરુવારના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1340 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1113 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,76,475 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
વડોદરામાં 149, અમદાવાદમાં 246, રાજકોટમાં 137, જામનગરમાં 38, દાહોદ અને ખેડામાં કોરોનાના 28-28, મહિસાગરમાં 24 નવા કેસ, મોરબી જિલ્લામાં નવા 21 કેસ, અમરેલી-પંચમહાલ-ભરૂચમાં 17 નવા કેસ, આણંદ જિલ્લામાં 19 કેસ, ગાંધીનગર જિલ્લામાં નવા 80 કેસ, સુરત જિલ્લામાં નવા 239 કેસ, પાટણમાં 33 કેસ, સાબરકાંઠા જિલ્લામાં 18 કેસ, કચ્છ જિલ્લામાં 15 કેસ, નર્મદા-સુરેન્દ્રનગરમાં નવા 11-11 કેસ, અરવલ્લી-દ્વારકામાં 9-9 કેસ, ગીર સોમનાથમાં 8 કેસ, પોરબંદરમાં 7 કેસ, છોટાઉદેપુરમાં 5 કેસ, તાપી જિલ્લામાં 3 કેસ, બોટાદમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં ગુરુવાર સુધીમાં કુલ 4,90,546 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,90,466 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 80 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,677 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 87 દર્દીઓ છે. જ્યારે 12,590 લોકો સ્ટેબલ છે. 1,76,475 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.45 ટકા થઇ ચુક્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કુલ 54,907 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 70,33,156 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં કુલ 3830 લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 3, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1 અને વડોદરા કોર્પોરેશનના 1 સહિત કુલ 7 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં હતા. .