રાજસૃથાનમાં કોટાની સરકારી હોસ્પિટલમાં એક જ મહિનામાં ૧૦૪ બાળકોના મોત થતાં ગેહલોત સરકાર વિવાદના વમળમાં સપડાઇ છે.આ તરફ, ગુજરાતમાં ય રાજસૃથાનવાળી છે કેમ કે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં માસુમ બાળકોના મૃત્યુનો સિલસીલો જારી રહ્યો છે. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ૩૦ દિવસમાં ૮૫ નવજાતશિશુઓ જીવ ગુમાવ્યા છે. છેલ્લાં ત્રણ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ૨૫૩ માસુમોના મોત નિપજ્યાં છે.
મુખ્યપ્રધાનના મતવિસ્તાર રાજકોટમાં ય એક જ મહિનામાં ૧૩૪ નવજાત શિશુઓના મોત થયાં છે. રાજ્ય આરોગ્ય વિભાગ ભલે ગમે તેટલાં બણગાં ફુંકે પણ ગુજરાતમાં બાળમૃત્યુની આ કડવી વાસ્તવિકતા છે. નવજાત શિશુઓના મોતને લઇને ઉત્તર પ્રદેશ અને રાજ્સૃથાન સરકાર ચર્ચામાં રહી છે. જોકે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોતનો આંકડો ઘણો મોટો છે. સૂત્રોના મતે, અમદાવાદ સિવિલમાં નિયોનેટલ આઇસીયુમાં માસુમ બાળકોના મોતનો દર ઉંચો છે.અહીં જ કેટલાંય માસુમો અંતિમ શ્વાસ લે છે.
સત્તાવાર આંકડા કહે છેકે, વર્ષ ૨૦૧૯માં ડિસેમ્બરમાં ૮૫ નવજાત શિશુઓના મોત નિપજ્યા હતાં. નવેમ્બરમાં ૭૪ અને ઓકટોબરમાં ૯૪ બાળકોના મૃત્યુ થયા હતાં. ટૂંકમાં છેલ્લા ત્રણ મહિનામાં સિવિલમાં ૨૫૩ બાળકોે જીવ ગુમાવ્યાં હતાં. દર મહિને સરેરાશ ૮૪ બાળકો મોતને ભેટી રહ્યાં છે જયારે રોજ ત્રણ બાળકો જીવ ગુમાવે છે. ગુજરાતમાં હજારો બાળકો કુપોષણનો શિકાર છે.
યુનિસેફના વર્ષ ૨૦૧૭ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ૧૦.૧ ટકા બાળકો ઓછા વજન સાથે જન્મે છે. ગર્ભાવસૃથા દરમિયાન માતાને ઓછા પ્રોટિન સાથેનો ખોરાક મળતાં બાળકને ય પ્રોટિનની ઉણપ હોય છે. બાળકોના મૃત્યુ માટે નિયોનેટલ કેર યુનિટમાં ડૉક્ટરોની અપુરતી કાળજી પણ મહત્વનુ કારણ છે. આ ઉપરાંત બાળકમાં જન્મજાત બિમારી,અશક્તિ, અધૂરા મહિને જન્મ, માતાને અપુરતો ખોરાક,ખોરાકમાં વિટામીનનો અભાવ સહિત ઘણાં કારણો જવાબદાર છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આક્ષેપ કર્યો છેકે, કુપોષણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનુ આંધણ કરવામાં આવી રહ્યું છે.
નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા રાજ્ય સરકારે બાળસખા યોજના,ચિરંજીવી યોજના,કસ્તુરબા પોષણ યોજના,જનની સુરક્ષા યોજના , જનની શિશુ સુરક્ષા યોજના પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે છતાંય બાળ મૃત્યુનો સિલસીલો જારી રહ્યો છે. આ એજ દર્શાવે છેકે, ગુજરાત મોડેલનો રકાસ થયો છે.સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટર સહિતનો પુરતો સ્ટાફ જ નથી. વેન્ટિલેટર સહિતના સાધનોની ઘણી કમી છે.
ઉત્સવો પાછળ કરોડોનો ધૂમાડો કરનાર ભાજપ સરકારને બાળકોના આરોગ્યની પડી નથી. એમ્બ્યુલન્સની એવી દશા છેકે,ક્રિટીકલ અવસૃથામાં માસુમ દર્દીને લઇને શહેરની હોસ્પિટલ સુધી સમયસર પહોંચતી નથી જેના કારણે બાળકો મોતને ભેટે છે. સરકારનો દાવો છેકે, હોસ્પિટલમાં મોર્ડન ટેકનોલોજીથી સજ્જ સાધનો, ક્વોલિફાઇડ નર્સ,સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો છે છતાંય માસુમો જીવ ગુમાવી રહ્યાં છે. આમ, યુપી અને રાજસૃથાનમાં બાળમૃત્યુને લઇને વિવાદ ચાલી રહ્યો છે પણ ગુજરાતમાં બાળકોના આરોગ્યને લઇને સિૃથતી સારી નથી.
અમદાવાદ અને રાજકોટ સિવિલમાં રાજસૃથાનવાળી થઇ છે. રાજકોટમાં તો એક જ મહિનામાં ૧૩૪ બાળકોના મોત નિપજ્યાં છે ત્યારે હવે સિવિલ-સરકારી હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મનિષ મહેતાએ ડિસેમ્બર-૨૦૧૯માં ૧૩૪ ભૂલકાઓના મોત થયાની વાતને સ્વિકારી જણાવ્યું કે, ખાસ કરીને સૌરાષ્ટ્રથી આવતી પ્રસુતાઓ શારીરીક રીતે અસક્ષમ હોય છે જેના કારણે અધૂરા મહિને અતિ ઓછા વજનના બાળકો જન્મે છે જેના કારણે મૃત્યુદર વધુ છે. વાસ્તવમાં સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ રૂમની પાસે જ નિયોનેટલ આઇસીયુ હોવો જોઇએ જેથી બાળદર્દીને તાકીદે સારવાર મળી રહે.