ભારત દુનિયાના ટોપ પાંચ કાર મેન્યુફેકચરિંગ કરતા દેશો અને કાર માર્કેટમાં સામેલ છે.જોકે ભારતના કયા રાજ્યમાં લોકો પાસે વધારે કાર છે તેના રસપ્રદ આંકડા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં સામે આવ્યા છે. આ આંકડા પ્રમાણે દેશમાં સૌથી વધારે કાર ગોવાના લોકો પાસે છે.આ રાજ્યમાં દર બીજા ઘરે એક કાર છે અને સૌથી ઓછી કાર બિહારના લોકો પાસે છે.ગુજરાતમાં 10.9 ટકા લોકો પાસે કાર છે.
સૌથી વધારે કાર ધરાવતા પાંચ રાજ્યો ગોવામાં 45.2 ટકા, કેરળમાં 24.2 ટકા, જમ્મુ કાશ્મીર 23.7 ટકા, હિમાચલ 22.1 ટકા, પંજાબ 21.9 ટકા લોકો પાસે કાર છે. સૌથી ઓછી કાર ધરાવતા પાંચ રાજ્યોમાં બિહાર 2 ટકા, ઓરિસ્સા 2.7 ટકા, પશ્ચિમ બંગાળ 2.8 ટકા, આંધ્રપ્રદેશ 2.8 ટકા, ઝારખંડ 4.1 ટકા, છત્તીસગઢ 4.3 ટકા લોકો પાસે કાર છે. આ ઉપરાંત દિલ્હી 19.4 ટકા, રિયાણા 15.3 ટકા, ઉત્તરાખંડ 12.7 ટકા, ગુજરાત 10.9, કર્ણાટક 9.1 ટકા અને મહારાષ્ટ્ર 8.7 ટકા લોકો પાસે કાર છે.