ગુજરાતના ડેપ્યુટી મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન પ્રધાન નીતિન પટેલ (ફોટો સૌજન્યઃ ફેસબુકઃ @NitinbhaiPatelbjp)

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલ બુધવારે રાજ્યનું 2021-22ના નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન તરીકે નીતિન પટેલે 8 બજેટ રજૂ કર્યાં હતું, જ્યારે ગુજરાતનું તે 77માં બજેટ છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં કરવામાં આવ્યું હતું. નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં રાજ્યના વિકાસની અનેક સ્કીમો રજૂ કરવામાં આવી હતી. બજેટની મુખ્ય હાઇલાઇટ નીચે મુજબ છે.

– અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી

– સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે

– ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરાશે

– અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે

– સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા રૂ.25 કરોડની જોગવાઈ

– આગામી 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે

– નવી 150 એમ્બ્યુલન્સ માટે રૂ.30 કરોડની જોગવાઇ

– ઇમર્જન્સી મેડિકલ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે

– ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે રૂ. 50 કરોડની ફાળવણી

– કેન્દ્ર સરકારના સહયોગથી ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ

– અમદાવાદ નવી સિવિલની સુવિધાઓના અપગ્રેડેશન માટે રૂ. 87 કરોડ

– રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરવાની યોજના

– રાજ્યમાં સોલર રૂપટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે

– સિરામીક હબ ગણાતા મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રોડ ફોર લેન કરાશે

– નારગોલ અને ભાવનગર બંદર રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવાશે

– નવલખી બંદર ખાતે રૂ.192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે

– કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના વાવેતર માટે રૂ,. 15 કરોડની જોગવાઈ

– રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાની યોજના

– જબુંસરમાં બલ્ક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના થશે

– રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરવાની યોજના

– ખરાબાની જમીન ખેડૂતોને ભાડાપેટે અપાશે

– કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 652 કરોડની જોગવાઈ

– ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, કુદરતી ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય