ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. પાંચ દિવસના સત્ર દરમિયાન 6 બેઠક મળશે. વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન આશરે 24 ખરડા અને વટહુકમોને મંજૂરી આપવાની સરકારની યોજના છે. સરકાર પ્રધાનો અને ધારાસભ્યોના પગારમાં 30 ટકા સુધીના કાપની દરખાસ્ત રજૂ કરે તેવી શક્યતા છે. કોરોના મહામારી વચ્ચે પ્રજા બેહાલીનો સામનો કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આરોગ્ય, ખેડૂતો, આદિવાસીઓ, મધ્યમ વર્ગ કારીગર, શિક્ષણ અને અન્ય બાબતોને લઈ રાજ્ય સરકારને ઘેરવા માટે તૈયાર છે.
વિધાનસભામાં રજૂ થનારા ખરડા અને વટહુકમોમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક-2020, ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત સુધારા-વિધેયક-2020, ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક-2020, કોન્ટ્રેકટ મંજૂર (નિયમન અને તાલુકા) (ગુજરાત સુધારા) વિધેયક-2020, કારખાના (ગુજરાત સુધારા) વિધેયક-2020 ઔદ્યોગિક તકરાર (ગુજરાત સુધાર)નો વગેરેનો સમાવેશ થાય છે.