Gujarat Assembly Elections, Congress reneged on the promises made in the election manifest,

ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે શનિવારે ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં મતદારોને આકર્ષવા માટે અનેક લોભામણા વચનો આપવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર સહિત ગુજરાત કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓ આ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા. આ ઢંઢેરામાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે આપેલા આઠ વચનને સ્થાન મળ્યું છે, જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ-સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના વાયદા કરવામાં આવ્યા છે.

ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.

શિક્ષણ

– ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ, પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફી માં 20%નો ઘટાડો

પશુપાલન

લંપીથી મૃત્યુ પામેલી ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય- પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે

સૌને ઘરના ઘર

– ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાના

-ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા- વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા

SC,ST,OBC, લઘુમતી

– વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુન: લાગુ કરાશે- ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે

પંચાયતી રાજ

– ભાજપે પંચાયતો પાસેથી છીનવેલ સત્તા, કાર્યો સુપરત કરાશે

– મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણુ થાય માટે અગ્રીમતા અપાશે

મહિલા સુરક્ષા

– મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનાર છાત્રાઓને ફ્રી લેપટોપ

– આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી

ખેડૂત

– દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના

– કૃષિ ક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે

માછીમાર

– માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે- માછીમારોનું રૂ.૩ લાખ સુધીનું દેવુ માફ

પર્યાવરણ સુરક્ષા

– 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા સઘન પગલા- તમામ નદીઓમાં પ્રદૂષણમુક્ત કરવા એક્શન પ્લાન

વ્યાપાર ઉદ્યોગ

– વીજળીના દર,પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટિરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે

– ઈન્ક્મ ટેક્સની મર્યાદામા પગાર/આવક ધરાવનારને વ્યવસાય વેરો માફ કરાશે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

– કૃષિ ક્ષેત્રે 25 વર્ષની જરૂરિયાતોનું આયોજન

– વીજળી ઉત્પન્ન કરી શકે માટે 2 KVની સોલર પેનલ સબ્સિડી

લોકશાહી

– બિલકીસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે

મોંઘવારી

શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર રોક

નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો

રોજગાર

– સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના

કલા-સંસ્કૃતિ-અસ્મિતા

– પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવામાં આવશે

– વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટે પ્રયાસ

LEAVE A REPLY