આઇપીએલ 2022માં ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઈટન્સની ટીમ સોમવાર (30 મે)એ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમના ખેલાડીઓ ડબલ ડેકર બસમાં ઉપર બેઠા હતા. લોકો ક્રિકેટરીને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
અમદાવાદમાં રવિવારે આઇપીએલ 2022ની ફાઇનલ મેચ મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સની ભવ્ય જીત થઈ હતી. આ જીતની ઉજવણી ભવ્ય રોડ શો કરી કરવામાં આવે તેવી ગુજરાત ટાઈટન્સના ટીમ મેનેજમેન્ટના કેટલાક સભ્યોએ ઈચ્છા વ્યક્ત કરી હતી.
રાજ્ય સરકારે ગુજરાતની ટીમનો અભિવાદન સમારંભ યોજ્યો
આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સને હરાવી આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઈટન્સની ટીમ માટે સોમવાર (30મે)એ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ટીમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. સ્ટેજ પર મુખ્યપ્રધાન પટેલ સાથે GTનો કેપ્ટન હાર્દિક પંડ્યા અને હર્ષ સંઘવી હતા, જ્યારે ટીમના બાકીના તમામ ખેલાડીઓ સામે બેઠા હતા. આ દરમિયાન IPLની વિનિગં ટ્રોફી પણ ત્યાં મૂકવામાં આવી હતી અને બાદમાં મુખ્યપ્રધાન પટેલે તમામ ખેલાડીઓ સાથે ફોટા પડાવ્યા હતા અને દરેક ખેલાડીને ખેસ પહેરાવીને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.
હાર્દિક પંડ્યાએ જણાવ્યુ હતું કે, નવરાત્રીમાં જ્યારે પણ ગરબા રમાય છે ત્યારે સવારે તેની મેચ હોય છે અને આથી જ તે ગરબા રમી શક્યો નથી. જોકે ભૂપેન્દ્રભાઇ પટેલે હાર્દિકને ગુજરાત સરકાર હેઠળ આયોજીત ગરબાના કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ હતું. સમારોહ દરમિયાન શુભમન ગિલે હતું કે કે, તેને ગુજરાતી ભોજનમાં થેપલા અને ખીચડીનો સ્વાદ ભાવે છે. હાર્દિક પંડ્યાએ પણ સ્ટેજ પર ગુજરાતીમાં વાત કરી હતી.