દક્ષિણ ગુજરાતના ડાંગના સાપુતારા, માલેગાંવ, બારીપાડા, દબાસમાં મંગળવારે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના લીધે ડુંગળી, કેરી સહિતના પાકોને નુકસાન થવાનો ડર ઊભો થયો હતો.
રાજ્યના હવામાન વિભાગે અગાઉ આગામી કરી હતી કે મંગળવારથી બે દિવસ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને નર્મદામાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે 30-40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી.
9 અને 10 માર્ચ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની આગાહી છે. જેમાં દાહોદ, તાપી, ડાંગ અને છોટા ઉદેપુરમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે પણ વરસાદની સાથે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે.બીજી તરફ ગુજરાતના બીજા વિસ્તારોમાં ઉનાળો ચાલુ થઈ ગયો છે.