ગુજરાતમાં ધો.૧થી૧૨માં ૭મી જુનથી સ્કૂલોનું શૈક્ષણિક સત્ર શરૂ થશે, હાલમાં કોરોનાને કારણે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. સરકાર સ્કૂલો રેગ્યુલર શરુ કરવા કોઈ આયોજન કર્યુ નથી. વર્ષ ૨૦૨૧-૨૨ માટે નવુ શૈક્ષણિક સત્ર ૭મી જુનથી શરુ થશે.
આ વર્ષે એકમ કસોટી ઘર બેઠા જ થશે. આ ઉપરાંત દર વર્ષે સરકાર દ્વારા થતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સહિતના કાર્યક્રમો આ વર્ષે પણ નહી યોજાય. રાજ્યમાં ધો.૧થી૧૨ની દસ હજારથી વધુ સ્કૂલોમાં એક કરોડથી વધુ બાળકો માટે હોમ લર્નિંગ હેઠળ ભણાવાનું શરૂ થતા સતત બીજા વર્ષે ફીનો પણ મોટો પ્રશ્ન ઉભો થશે.