રાજ્યમાં પેપરસેલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે સોમવારે સરકારી પત્રોનું પ્રિન્ટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે એક વેબસાઈટ લોન્ચ કરી હતી, જેમાં સરકારી પત્રો, પરિપત્રો વગેરે ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. વર્ષે 35 મેટ્રીક ટન કાગળ બચાવવાના હેતુ સાથે સરકારે આ નિર્ણય લીધો હતો.
અખબારી યાદીમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષોથી સરકારી પત્રો વગેરે છાપવાની પ્રક્રિયા ચાલતી આવી છે, પણ હવે ડિજીટલ અને ઓનલાઈન ગેજેટ્સ વેબસાઈટ ઉપલબ્ધ થતાં આ પ્રથાનો અંત આવ્યો છે. ડાઉનલોડ કરવામાં આવેલાં ઈ-ગેજેટ્સની પ્રમાણિકતા માટે ક્યૂઆર કોડની સુવિધા પણ આપવામાં આવી છે. એકાદ મહિનામાં છેલ્લાં ત્રણ દાયકાના તમામ સરકારી દસ્તાવેજોને વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.