ગુજરાતમાં કોરોનાનાં નવા કેસની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો હતો. રાજયમાં રવિવારે અગાઉના દિવસની સરખામણીમાં દૈનિક કેસમાં 849 કેસનો ઘટાડો નોંધાયો હતો. સરકારે રવિવારે સાંજે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12,978 કેસ નોંધાયા હતા અને 153 દર્દીના મોત થયા હતા. અમદાવાદમાં નવા 4,944 કેસ સાથે 27 દર્દીનાં મોત થયા હતા અને સુરતમાં નવા 1887 કેસ સાથે 13 દર્દીનાંનાં મોત થયા થયા હતા.
રાહતના બીજા સમાચાર એ છે કે છેલ્લા એક સપ્તાહથી સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં જે ઝડપે ઉછાળો આવતો હતો એ ગતિમાં ઘટાડો થયો છે. રવિવારે ગુજરાતમાં એક દિવસમાં 11,146 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રાજ્યના અત્યાર સુધી કુલ 7,508 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 1,46,818 દર્દી સારવાર હેઠળ છે. તેમાંથી 722 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
સરકારના ડેટા મુજબ રવિવારે વડોદરામાં નવા 735 કેસ સાથે 19 દર્દીનાં મોત થયા હતા. રાજકોટમાં નવા 528 કેસ સાથે 15 દર્દીનાં મોત થયા હતા. જામનગરમાં નવા 707 કેસ સાથે 13 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 658 કેસ સાથે 11 દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 293 કેસ સાથે 9 દર્દીનાં મોત થયા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં નવા 315 કેસ, મહેસાણામાં 565, બનાસકાંઠામાં 226, ખેડામાં 174 કેસ, પાટણમાં 173, કચ્છ – મહિસાગરમાં 169-169 કેસ, આણંદમાં 161, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121 કેસ, અમરેલીમાં 119, વલસાડમાં 117, પંચમહાલમાં 109 કેસ, ગીરસોમનાથમાં 104, છોટાઉદેપુર-નવસારીમાં 97-97 કેસ, સુરેન્દ્રનગરમાં 92, મોરબીમાં 90, તાપીમાં 89 કેસ, અરવલ્લીમાં 80, દાહોદમાં 67, પોરબંદરમાં 53 કેસ, ભરૂચમાં 44, દ્વારકામાં 30, બોટાદમાં 27 કેસ નોંધાયા હતા.