સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 4,021 કેસો નોંધાયા હતા અને 35 દર્દીના મોત થયા હતા. નવા કેસની સામે 2,197 દર્દીઓ સાજા થયા હતી. આ આંકડો કોરોના મહામારી પછીનો સૌથી મોટો છે.
સરકારે ગુરુવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ રાજયમાં કુલ મૃત્યુઆંક 4,655 પર પહોંચ્યો હતો. રાજ્યના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં 951, સુરતમાં 723, રાજકોટમાં 427, વડોદરામાં 379 નવા કેસો નોંધાયા હતા.
સુરત શહેરમાં 14, અમદાવાદ શહેરમાં 8 અને અમદાવાદ જિલ્લામાં 1, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને વડોદરા શહેરમાં 2-2, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને વડોદરા જિલ્લાના 1-1 મળી કુલ 35 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા.
જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 20 હજારને પાર થઈ ગયો હતો. રાજ્યમાં હાલ 20,473 એક્ટિવ કેસ છે, જેમાંથી 182 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 20291 દર્દીની હાલત સ્થિર છે.
આ પહેલા 5 જૂને 35 દર્દીના મોત થયા હતા. આમ લગભગ 10 મહિને ફરી 35 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4.655એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 92.44 ટકા થયો છે. સુરત-અમદાવાદ જેવા મહાનગરોમાં દરેક હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાય છે, ઓક્સિજન ખુટી ગયો છે, નવા બેડ નથી, દવાઓ પણ મળતી નથી.