ગુજરાતમાં ગુરુવાર, 18 નવેમ્બરે કોરોના નવા 42 પોઝિટિવ કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 300ને પાર થયો હતો. દૈનિક કેસોમાં 19%નો ઘટાડો થયો હતો. જો કે, રાજ્યમાં 115 દિવસ પછી કોરોનાના એક્વિક કેસોની સંખ્યા 300ને વટાવીને 312 પર પહોંચી ગઈ છે.
ગુરુવારે સાંજે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં ગુરુવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં કુલ 42 નવા કેસ નોંધાયા હતા. નવા પોઝિટિવ કેસમાં અમદાવાદ શહેરમાંથી 9, વડોદરા શહેરમાંથી 8, સુરત શહેરમાં 6, કચ્છમાંથી 4, જામનગર શહેર, વલસાડ અને વડોદરામાંથી 3-3, રાજકોટ શહેર અને સુરતમાંથી 2-2 અને ભાવનગર, ગાંધીનગર શહેર, ભરૂચ અને નવસારી જિલ્લામાં 1-1 કેસનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીના તહેવારો પછી વકરેલા કોરોના સંક્રમણથી બુધવારે ચાર મહિના પછી પહેલી વખત કોરોનાના કેસની સંખ્યા 54 પર નોંધાયા બાદ ગુરુવારે (44 કેસ) ઘટાડો નોંધાયો હતો. સતત વધતા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ચાર મહિના પછી પહેલી વખત એક્વિ કેસની સખ્યા 300ને પાર થઈ હતા