લંડન સ્થિત ગુજરાતી આર્ય એસોસિએશન – લંડન દ્વારા કોરોનાવાઇરસનો ભોગ બનેલા યુકેવાસીઓ અને ભારતવાસીઓને મદદ માટે દાનની અપીલ કરી ફંડ ફાળો એકત્ર કરી પ્રથમ તબ્બકે મે 2020માં £3,696ની સખાવત NHS, શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ-ગુજરાત, અક્ષય પત્ર ફાઉન્ડેશન-યુકે, એલ્મૂ ફાઉન્ડેશન મોમ્બાસા-કેન્યા અને SWAT ચેરીટી – લંડનને કરવામાં આવી હતી.
કોરોનાવાઇરસે આ વર્ષે ફરીથી આખી દુનિયાને ઝપેટમાં લઈ લેતા અને ભારતમાં મોટા પ્રમાણમાં રોગચાળાની અસર થતાં સંસ્થાના સભ્યોઓ £5,543ની વિશાળ રકમ એકત્ર કરી હતી. જેમાંથી £5,000 સુરત જિલ્લામાં સ્થાપિત રજીસ્ટર ચેરિટી શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટને કોરોનાવાઇરસથી પીડિત લોકોને મદદરૂપ થવા મોકલાવામાં આવ્યા હતા.
ગુજરાતી આર્ય એસોસિએશન – લંડન દ્વારા “સેવા ડે” સાથે મળીને તા. 10 એપ્રિલના રોજ ફૂડ બેંક ડોનેશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સમાજના સભ્યો તથા અન્યોના સાથ-સહકારથી સમાજના કેન્ટન હોલ ખાતે આવીને લોકોએ 5,000થી વધારે ખાવાની વસ્તુઓ અને 1000થી વધારે શૌચાલય માટે અને કપડાં ધોવા માટેના સાબુ – લીક્વીડ આપ્યા હતા. કાર્યક્રમમાં લોકોએ £1,800ની રકમનું પણ (ગિફ્ટ એઇડ સાથે) દાન કર્યું હતું. આ સરસામાન અને રોકડ રકમનું ગીવ, હેલ્પ, શેર, ગ્રેટીટ્યુડ ફૂડબેંક, WD6 ફૂડ સપોર્ટ, લોઇઆ ફાઉન્ડેશન (બર્ન્ટ ઓક ફૂડબેંક), પિનર ફૂડબેંક (દાર-દિન-દાર) અને વોટફર્ડ ફૂડબેંકને દાન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી આર્ય એસોસિએશન – લંડન જ્ઞાતિજનો – સભ્યો મોટા ભાગે ઇસ્ટ આફ્રિકાથી આવી બ્રિટનમા સ્થાઈ થયા છે. નવા દેશમાં સ્થાઈ થયેલા સમાજના સભ્યો એક બીજાનાં સંપર્કમાં રહી શકે અને મદદ કરી શકે તે આશયે સંસ્થાની સ્થાપના 1971માં કરવામાં આવી હતી. સંપર્ક: 07753 759 747.