ગુજરાતમાં ‘એટ રિસ્ક’ કન્ટ્રીમાંથી આવતા વિદેશી પ્રવાસીઓના કોરોના રીપોર્ટ નેગેટિવ આવે તો પણ તેમને સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. નવી ગાઇડલાઇન પ્રમાણે હાઇ રિસ્ક કન્ટ્રીમાંથી આવતા પ્રવાસીઓ માટે નિયમો વધુ કડક બનાવી દેવામાં આવ્યા છે. એટ રિસ્ક કન્ટ્રીમાં બ્રિટન. યુરોપિયન દેશો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ, ઈઝરાયેલ. જો મુસાફરો હોમ ક્વોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરશે તો પોલીસ કેસ દાખલ કરવાની અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળા દ્વારા વોર્નિંગ આપવામાં આવી છે. આવા દેશોના વિદેશી પ્રવાસીઓ નીચે મુજબના નિયમોનું પાલન કરવું પડશે.
પ્રવાસના ૭૨ કલાક અગાઉનો નેગેટિવ આરટીપીસીઆર રીપોર્ટ જરૂરી.
એરપોર્ટમાં આગમન થતાં જ સ્વખર્ચે આરટીપીસીઆર કરાવવો પડશે.
હાઇ રિસ્ક કન્ટ્રીમાંથી પ્રવાસી આવતો હોય તો તે આરટીપીસીઆર રીઝલ્ટ વિના બહાર જઇ શકશે નહીં. તેનો રીપોર્ટ નેગેટિવ આવ્યો તો ૭ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરાશે. પરંતુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો તેના સેમ્પલ જીનોમિક ટેસ્ટ માટે મોકલાશે.
હાઇ રિસ્ક કન્ટ્રી સિવાયના પ્રવાસીઓમાંથી ૨%ના રેન્ડમ આરટીપીસીઆર કરવામાં આવે છે. આ તમામ મુસાફરોને આરટીપીસીઆર રીઝલ્ટ વિના જવા દેવાય છે. તેમનો આરટીપીસીઆર મેઇલ દ્વારા મોકલાય છે.
હાઇ રિસ્ક કન્ટ્રી સિવાયના પ્રવાસીઓને માત્ર ૧૪ દિવસ આરોગ્. પર સ્વનિરિક્ષણ કરવાની સલાહ આપીને જવા દેવામાં આવે છે.
પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળક હોય તો તેમના આરટીપીસીઆર કરાતા નથી.