સાઉથ લંડનના કુલ્સડન સ્થિત સાઉથ લંડન સનાતન મંદિર એન્ડ કોમ્યુનીટી સેન્ટર ખાતે તાજેતરમાં ગુડી પડવા – હિંદુ નૂતન વર્ષ પ્રસંગે ગુડી પડવા, માતાજીની આરતી, ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સો કરતા વધુ ભક્તોએ ભાગ લીધો હતો.
ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે 22મી માર્ચે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રીની ઉજવણી ખૂબ જ પરંપરાગત રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. કંચન શર્માએ (આયુ) ગુડી પડવાનું મહત્વ સમજાવ્યું હતું. મંદિરમાં સુંદર ગુડી બનાવી ભક્તો દ્વારા પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટી, લાઇવના ચેરમેન અને મેડીફાર્મસીના સીઇઓ શ્રી ખોસલાએ ચૈત્ર નવરાત્રીનું મહત્વ સમજાવ્યું હતું. માતાજીની આરતી, ગરબામાં ભક્તોએ ભાગ લીધો હતો અને બાદમાં સાત્વિક પ્રસાદ લઇ સૌ છૂટા પડ્યા હતા.