લગભગ 100 અન્ય લોકો સાથે ‘સંવેદનશીલ’ છોકરીનું વર્ષો સુધી ગૃમીંગ, બળાત્કાર અને તેની દલાલી કરવાની કબુલાત બાદ ટેલફર્ડ, શ્રોપશાયરના 41 વર્ષીય મુબારક અલીને જજ પીટર બેરીએ આઠ વર્ષની વિસ્તૃત લાઇસન્સ અવધિ સાથે વધુ 12 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જોકે તેણે ‘કોઈ પસ્તાવો થયો ન હતો.’’

યુકેની સૌથી કુખ્યાત ગ્રુમિંગ ગેંગમાંથી એકનો ભોગ બનેલી શાળામાં ભણતી છોકરીને વોડકા પીવડાવવામાં આવતો હતો અને તેને 30 માઈલ દૂર રેસ્ટોરન્ટમાં લઈ જવાતી હતી. જયાં કેટલાક પુરુષો તેના પર બળાત્કાર કરવા માટે કતારમાં ઉભા રહેતા હતા તેવું કોર્ટમાં કહેવાયું હતું.

પીડિતાએ શ્ર્યુસબરી ક્રાઉન કોર્ટને જણાવ્યું કે ‘’તેણીને એક વખત અન્ય ત્રણ છોકરીઓ સાથે 30 માઈલ દૂર સ્ટોક-ઓન-ટ્રેન્ટ લઈ જવામાં આવી હતી, જ્યાં વૃદ્ધ પુરુષોનું જૂથ તેમની રાહ જોઈ રહ્યું હતું. ચારેય છોકરીઓનું જાતીય શોષણ થયું તે પહેલાં તેમના આગમન પર, તેમાંથી એકે પૂછ્યું હતું કે ‘તો, પ્રથમ કોણ?’ શિકારી પીડોફાઇલે તેણીને વોડકા અને રેડ બુલ સાથે પીવડાવીને તેણી પર અનેક સ્થળોએ બળાત્કાર કર્યો હતો. અલીએ એક વખત તો પીડિતાનું જાહેરમાં યૌન શોષણ કર્યું હતું.

13 વર્ષની વયના કિશોરો સાથે દુર્વ્યવહાર કરવા અને 14 વર્ષ સુધી કેદમાં રાખવાનો અલીનો ગુનો એક દાયકા કરતાં વધુ સમય પછી બહાર આવ્યો છે. મુબારક અને તેનો ભાઈ એહડેલ ‘એડી’ અલી સાત માણસોની ગેંગનું નેતૃત્વ કરતા હતા જેમણે 2006 અને 2009 ની વચ્ચે ટેલફોર્ડ, શ્રોપશાયરમાં 100 યુવતીઓનો શિકાર કર્યો હતો.

તેઓ શાળાની છોકરીઓને નિશાન બનાવી તેમને દારૂ, ખોરાક અને પૈસા આપીને બાળ વેશ્યાઓ તરીકે તેમનો ઉપયોગ કરતા હતા.

પેરોલ બોર્ડ દ્વારા તેની કસ્ટડીની સમીક્ષા થવાની હોવાથી અલીને આ મહિને મુક્ત કરવામાં આવી શક્યો હોત – પરંતુ તેની તાજેતરની સજાનો અર્થ એ છે કે તે હવે જેલના સળિયા પાછળ રહેશે. જજ બેરીએ પીડિતાનો તેની બહાદુરી માટે આભાર માન્યો હતો.

અલીએ શરૂઆતમાં પીડિતા સાથેના આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ ટ્રાયલના બીજા દિવસે તેણે ઘણા આરોપો સ્વીકાર્યા હતા.

LEAVE A REPLY