પાસ્તા, બ્રેડ અને ચા સહિતની સૌથી સસ્તી સુપરમાર્કેટ પ્રોડક્ટ્સની કિંમતમાં પાછલા વર્ષમાં વધારો થયો છે. સુપરમાર્કેટની પોતાની-બ્રાન્ડ પ્રોડક્ટ્સ અને બજેટ માલની કિંમતો એટલી વધી ગઈ છે કે સૌથી ઓછા ખર્ચાળ પાસ્તા 12 મહિના પહેલા કરતા 60 ટકા વધુ ભાવે વેચાઇ રહ્યા છે. તો સુપરમાર્કેટ્સમાં સૌથી સસ્તા વનસ્પતિ તેલના ભાવ 65 ટકા વધ્યા છે.
ઓછી કમાણી કરતા લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓના જ નહિં એનર્જી બીલ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગયા મહિને ગ્રાહક ભાવ સૂચકાંક 10.1 ટકાને સ્પર્શ્યો હતો. એકંદરે સુપરમાર્કેટ્સમાં બજેટ ખાદ્યપદાર્થોની કિંમત સપ્ટેમ્બરમાં વર્ષે 17 ટકા વધી હતી. સૌથી સસ્તી ચા 46 ટકા, ચિપ્સ 39 ટકા, બ્રેડ 38 ટકા અને બિસ્કિટના ભાવમાં 34 ટકાનો વધારો થયો છે. જો કે ઓરેંજ જ્યુસમાં 9 ટકા અને મીન્સ્ડ બીફના ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો છે.