ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા દરમિયાન વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા હોદ્દેદારોની પસંદગી થઈ છે. ન્યૂ ઝીલેન્ડના ક્રિકેટ ડાયરેક્ટર અને વકીલ ગ્રેગ બાર્કલે ફરી એકવાર ICCના અધ્યક્ષપદે પસંદ થયા છે. ગયા સપ્તાહે સર્વસંમતિથી તેમની વરણી કરાઈ હતી. તેઓ સતત બીજી વખત આ પદ પર ચૂંટાયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહની ICC ની નાણાકીય સમિતિના વડા તરીકે વરણી કરાઈ છે. બાર્કલે બિનહરીફ વરણી પછી આગામી બે વર્ષ આ પદે રહેશે.
નવેમ્બરમાં આઈસીસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
BCCIની ચૂંટણી પહેલા એવી અટકળો ચાલી થઈ રહી હતી કે ગાંગુલી ICCના અધ્યક્ષ બની શકે છે. અત્યાર સુધીમાં ચાર ભારતીય પ્રશાસકો આ પદ સંભાળી ચૂક્યા છે. એમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહરનો સમાવેશ થાય છે.
ICCના બોર્ડના 16 સભ્યો મળીને અધ્યક્ષપદેની વ્યક્તિની પસંદગી કરે છે. તેમાં ટેસ્ટ ક્રિકેટ રમતા દેશનો દરજ્જો ધરાવતા 12 દેશોનો સમાવેશ થાય છે.