Introduction of the Citizenship Act abolishing country-wise quotas for green cards in the United States
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં પ્રેસિડન્ટના એડવાઇઝરી કમિશને ગ્રીન કાર્ડ અથવા કાયમી વસવાટની તમામ અરજીઓનું છ મહિનામાં પ્રોસેસિંસ કરવાની જો બાઇડનને ભલામણ કરી છે. વ્હાઇટ હાઉસ હવે આ ભલામણોને મંજૂરી આપશે તો ગ્રીન કાર્ડ માટે દાયકાથી રાહ જોઇ રહેલા અનેક ભારતીય અમેરિકન્સે મોટી રાહત મળવાની શક્યતા છે.

એશિયન અમેરિકન્સ, નેટિવ હવાઇન્સ એન્ડ પેસિફિક આઇલેન્ડર્સ (PACAANHPI અંગેના પ્રેસિડન્ટના એડવાઇઝરી કમિશને સર્વસંમતીથી આ ભલામણ કરી છે. કમિશનની બેઠક દરમિયાન ભારતીય અમેરિકન સમુદાયના વડા અજય જૈન ભુટોરિયાએ આ દરખાસ્ત કરી હતી, જેને કમિશનના તમામ 25 સભ્યોએ સર્વસંમતીથી મંજૂરી આપી હતી.

વોશિંગ્ટનમાં યોજાયેલી આ બેઠકની કાર્યવાહીનું ગયા સપ્તાહે વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું. ગ્રીન કાર્ડના બેકલોગમાં ઘટાડો કરવા માટે કમિશને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ભલામણ કરી છે કે ગ્રીન કાર્ડની પ્રોસેસ, સિસ્ટમ, નીતિની સમીક્ષા કરવામાં આવે તથા આ પ્રોસેસનું સુયોજન કરી ઇન્ટર્નલ સાઇકલ આધારિત નવી સમયમર્યાદા નક્કી કરવામાં આવે. કમિશનને બિનજરૂરી પ્રોસેસને દૂર કરવાની તથા મેન્યુઅલ મંજૂરીને ઓટોમેટિક કરવાની તથા ઇન્ટર્નલ ડેશબોર્ડ અને રિપોર્ટિંગ સિસ્ટમમાં સુધારો કરવાની પણ ભલામણ કરી છે.

આ ભલામણોને હેતુ ફેમિલી આધારિત ગ્રીન કોર્ડ અરજી સંબંધિત તમામ ફોર્મના પ્રોસેસિંગ ટાઇમમાં ઘટાડો કરવાનો છે. તેનો હેતુ બીજી તમામ ગ્રીન કાર્ડ અરજીઓ અને ડીએસીએના રિન્યુઅલની પ્રક્રિયા છ મહિનામાં પૂરો કરવાનો છે. જો કોઇ ન્યાયિક મુદ્દા હોય તો તેનો પણ અરજી મળ્યાના છ મહિનામાં ઉકેલ લાવવાની ભલામણ કરી છે.

કમિશનને ગ્રીનકાર્ડ એપ્લિકેશન ઇન્ટરવ્યૂની પ્રોસેસ માટેની ક્ષમતામાં વધારો કરવા નેશનલ વિઝા સેન્ટરને વધારાની અધિકારીઓને ભરતી કરવાની ભલામણ કરી છે. આ ભલામણ મુજબ નેશનલ વિઝા સેન્ટરે ઓગસ્ટ 2022 સુધી તેની ક્ષમતામાં 100 ટકા વધારો કરવો પડશે. ગ્રીન કોર્ડ એપ્લિકેશન વિઝા ઇન્ટરવ્યૂ અને એડજુકેટિંગ નિર્ણયોમાં એપ્રિલ 2023 સુધી 150 ટકાનો વધારો કરવો પડશે. એપ્રિલ 2022માં આવા 32,439 ઇન્ટરવ્યૂ થયા હતા. 201ના વર્ષમાં માત્ર 65,452 ફેમિલી પ્રેફરન્સ ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરાયા હતા. આની સામે વાર્ષિક ક્વોટા 226,000 ગ્રીન કાર્ડનો હતો.
.