ગુજરાતમાં ગ્રામપંચાયતોની રવિવાર, 19 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 77 ટકા મતદાન થયું હતું. રાજ્યની રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ, 53 હજાર સભ્યો માટે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.
રાજકોટના વીરપુરમાં પોલીસ દ્વારા મતદારને માર માર્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ વીરપુરમાં મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા મામલે પોલીસ કર્મીએ મતદારને મુક્કા માર્યા હોવાનું વિડીયોમાં સામે આવ્યું હતું. સમગ્ર મામલે હાલ વધુ તપાસ ચાલી થઈ હતી. .
ભરૂચમાં જૂથ અથડામણમાં 5ને ઈજા
મીડિયા રિપોર્ટ અનુસાર ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન જ બે કોમના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અથડામણમાં ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એબ્યુલન્સની સેવાની મદદથી વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
વલસાડમાં આચારસંહિતાનો ભંગ
પ્રાપ્ત અહેવાલ અનુસાર વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ ન 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. ઉમેદવારના હરીફ ઉમેદવારની પેનલના સભ્યે ચૂંટણી અધિકારીને આચાર સહિતા ભંગની ફરિયાદ કરીને ઉમેદવારનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પંચમહાલના વિરણીયા ગામમાં મતદાન રદ
પંચમહાલના મોરવા હડફના વિરાણીયા ગ્રામ પંચાયતના વિરાણીયા ગ્રામ પંચાયતનું મતદાન રદ્દ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જેથી હવે આવતીકાલે અહીં ફરીથી ચૂંટણી માટે મતદાન યોજાશે. મીડિયા રિપોર્ટ મુજબ સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણી ચિન્હ બદલાઈ જતા મતદાતાઓ ચૂંટણી રદ કરવા માંગણી કરી હતી. સરપંચ પદના ઉમેદવારને ચૂંટણી ચિન્હ ડીઝલ પમ્પ આપવામાં આવ્યું હતું. જો કે ડીઝલ પમ્પના બદલે ચિન્હ પેટ્રોલ પંપ થઇ જતાં મતદાતાઓએ આ ચિન્હ બદલાઇ જતાં ચૂંટણી રદ્દ કરવાની માંગ કરી હતી અને આખરે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું..