GP Rupesh Sheth

’10 વર્ષની બાળકી’નું યૌન શોષણ કરવા માટે તેના ડોર્સેટમાં આવેલા ઘરથી સરે સુધી 100 માઈલની મુસાફરી કરનાર જીપી રૂપેશ શેઠને બાળ લૈંગિક ગુનાના આયોજન, પ્રયાસો અને બાળકોની અભદ્ર તસવીરો બનાવવાના ત્રણ ગુનાઓ સ્વીકાર્યા બાદ ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલ અને અનિશ્ચિત મુદતનો સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર આપવામાં આવ્યો હતો. શેઠને શુક્રવારે 3 માર્ચના રોજ ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો.

વેરહામના ફિલ્યુલ રોડ પર રહેતા 36 વર્ષના રૂપેશ શેઠે 12 નવેમ્બર, 2020 ના રોજ વેરહામથી એઘામ સુધીની મુસાફરી કરી હતી. રૂપેશ શેઠ માનતો હતો કે તે એક પુખ્ત વયની વ્યક્તિને મળી રહ્યો છે જે વ્યક્તિ તેને પોતાની સગીર વયની પુત્રી સાથે દુર્વ્યવહાર કરવા દેશે. પરંતુ તેના બદલે, તેનો ભેટો સરે પોલીસની પીડોફાઈલ ઓનલાઈન ઈન્વેસ્ટિગેશન ટીમ અને સાઉથ ઈસ્ટ રિજનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ સાથે થયો હતો.

શેઠને 14 નવેમ્બર 2020 ના રોજ ગિલ્ડફોર્ડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો અને ત્યારે તેને તમામ આરોપો માટે દોષિત ઠરાવ્યો હતો. બાળકોની અભદ્ર તસવીરો મળતા તેના ફોન જપ્ત કરાયા હતા. ધરપકડ બાદ શેઠને તેમની જીપી પ્રેક્ટિસમાંથી સસ્પેન્ડ કરાયા હતા. શેઠ પર જે ગુનાનો આરોપ મૂકાયો હતો તેમાં તેના કોઈપણ દર્દીનો સમાવેશ થતો નથી.

LEAVE A REPLY