ઈંગ્લેન્ડમાં જીપીની એપોઈન્ટમેન્ટ લેવા બાબતે આવતા મહિને તા. 15 મેથી મોટો ફેરફાર થઈ રહ્યો છે અને એપોઇન્ટમેન્ટ લેવા સવારે 8 વાગ્યાથી ફોન કરવાના નિયમને નાબુદ કરવામાં આવશે જેનાથી લાખો લોકોને અસર થશે. જો જીપી સર્જરી જે તે વ્યક્તિને તે જ દિવસ માટે એપોઇન્ટમેન્ટ ઓફર કરી શકશે નહિં તેમણે દર્દીનું તે જ દિવસે એસેસમેન્ટ કરવું પડશે.
વૈકલ્પિક રીતે, તેઓ તેમના દર્દીને ‘યોગ્ય તબીબી સેવા’ માટે સાઇનપોસ્ટ કરી શકશે. આ સમાચાર દર્દીઓ માટે આશાસ્પદ લાગે છે, પણ ડોકટરો કહે છે કે આથી પહેલાથી જ બેકાબૂ વર્કલોડમાં વધારો થશે.
એનએચએસના પ્રાયમરી કેરના ડિરેક્ટર ડૉ. ઉર્સુલા મોન્ટગોમેરીએ જણાવ્યું હતું કે: “જીપી ટીમોએ પ્રી-પેન્ડેમિકની સરખામણીમાં ગયા વર્ષે દર અઠવાડિયે અડધા મિલિયન વધુ ડિલિવરી સાથે રેકોર્ડ સંખ્યામાં એપોઇન્ટમેન્ટ કરવા માટે સખત મહેનત કરી છે, અને આ નવા ડીલનો ઉદ્દેશ્ય તેને વધુ આગળ વધારવાનો છે.’’
NHS કન્ફેડરેશનના પ્રાયમરી કેરના અધ્યક્ષ પ્રોફેસર અરુણા ગાર્સિયાએ જણાવ્યું હતું કે “પ્રાયમરી કેર રોગચાળા પહેલાંની સરખામણીએ 11% વધુ પોઇન્ટમેન્ટ લઈ રહી છે, જે ખાસ કરીને પ્રભાવશાળી છે.”