Government is hiding the truth about India-China border clash:
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર અથડામણના મુદ્દે વિરોધ પક્ષોએ 13 ડિસેમ્બરે સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો. . (ANI Photo/Sansad TV)

અરુણાચલપ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચેની અથડામણ અંગે મંગળવાર, 13 ડિસેમ્બરે સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથે કરેલા નિવેદનથી વિપક્ષને સંતોષ થયો ન હતો અને સંસદના બંને ગૃહોમાંથી વિપક્ષે સભાત્યાગ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપે કર્યો હતો કે સરકાર સત્ય છુપાવી રહી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષે રાજનાથના નિવેદન પર સ્પષ્ટતા તથા આ મુદ્દે ચર્ચા કરવાની માગણી કરી હતી, જેને બંને ગૃહના અધ્યક્ષોએ નકારી કાઢી હતી.   

કોંગ્રેસની સાથે સીપીઆઈ, સીપીઆઈ-એમ, શિવસેના, આરજેડી, એસપી અને જેએમએમના સહિતના પક્ષોએ પણ વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું નિવેદન “અધૂરું” હતું. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે ચીન ખુલ્લેઆમ અતિક્રમણ કરીને રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રાદેશિક અખંડતતાનું ઉલ્લંઘન કરી રહી છે અને સરકાર સરકાર “મૂકપ્રેક્ષક” બની રહી છે. સરકારની રાજદ્વારી નિષ્ફળતાને કારણે ચીન સરહદ પર આવો સંઘર્ષ કરી રહ્યું છે.   

 વિપક્ષે દાવો કર્યો હતો કે સરકાર રાજીવ ગાંધી ફાઉન્ડેશનના FCRA રજિસ્ટ્રેશનને રદ કરવા જેવા અન્ય મુદ્દા ઉઠાવીને લોકોનું ધ્યાન અન્યત્ર ખેંચી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દરેક ભારતીયને સરહદ પર શું થઈ રહ્યું છે તેનું સત્ય જાણવાને હક છે અને તેથી જ તેમની પાર્ટીએ સંસદમાં તેના પર ચર્ચાની માંગ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે દક્ષિણપૂર્વ એશિયામાં પોતાનું આગવું સ્થાન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આવે છે ત્યારે વડા પ્રધાન તેમના પ્રધાનોની પાછળ છુપાઈ જાય છે.  

ખડગેએ જણાવ્યું હતું કે “અમે સમગ્ર દેશ વતી ઈચ્છીએ છીએ કે ચીન સાથેની સરહદ પરની સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થાય. અમે કોઈને પણ ભારતની જમીન પર કબજો કરવા નહીં દઈએ. આ મુદ્દે સમગ્ર દેશ એક છે. પરંતુ તમારે દેશને સ્પષ્ટપણે કહેવું પડશે. ગલવાનમાં શહીદ થયેલા આપણા સૈનિકોની ખાતર તમામ હકીકતો જણાવવી જોઈએ અને સંસદમાં ચર્ચા થવી જોઈએ.” કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે મંત્રીના નિવેદન પર સ્પષ્ટીકરણ આપવામાં ન આવે તો ગૃહની અંદર બેસી રહેવાનો કોઈ અર્થ નથી.  

LEAVE A REPLY