1990ના દાયકામાં બોલીવૂડમાં ગોવિંદાનો દબદબો રહ્યો હતો. તેણે તે સમયમાં એક સાથે 60થી 70 ફિલ્મો સાઈન કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, તેણે બોલીવૂડમાં પદાર્પણ પછી માત્ર ત્રણ-ચાર વર્ષમાં જ અંદાજે 40 ફિલ્મોમાં કામ કર્યું હતું.
જોકે, છેલ્લાં ચાર-પાંચ વર્ષથી તે બોલીવૂડથી દૂર છે અને ક્યારેક ટીવી પર રિયાલિટી શો કે અન્ય શોમાં જોવા મળે છે. જોકે, ગોવિંદના ચાહકો તે ક્યારે ફરીથી જોવા મળશે તેની રાહ જોઈ રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર ગોવિંદાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મેં 2022માં જ રૂ. 100 કરોડ સુધીના પ્રોજેક્ટસ ફગાવ્યા હતા.
વધુમાં ગોવિંદાએ એમ પણ કહ્યું કે, હું ક્યારેય સરળતાથી કામ સ્વીકારતો નથી. ઘણા એવું પણ કહે છે કે, મને કામ મળતું નથી તો તેમને હું એટલું જ કહીશ કે મારા ઉપર હંમેશા ગણપતિ બાપ્પાની મહેરબાની રહી છે, તે લોકો મને ખૂબ જ પૈસા આપી રહ્યા છે પરંતુ હું કોઈ રેન્ડમ રોલ કરવા ઇચ્છતો નથી. હું કોઈ એવી ભૂમિકા ભજવવા ઈચ્છું છું જે મેં અગાઉ પણ કેટલીક ફિલ્મોમાં ભજવી હોય, એટલે કે મારી ઇચ્છા જૂની ફિલ્મોના લેવલની ભૂમિકા ભજવવાની છે.