Government and Judiciary face each other on the issue of collegium system
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે 19 મે, 2023ના રોજ સુપિરિયર કોર્ટના 27 ન્યાયાધીશોની નિમણૂકની જાહેરાત કરી હતી. તેમાં ત્રણ ભારતીય અમેરિકન્સ માર્શા બિપિન અમીન, રામ ફ્લેચર અને સ્વીના પન્નુનો સમાવેશ થાય છે.
માર્શા અમીન એક ડેમોક્રેટ, 2018થી ફોર્થ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ અપીલમાં મેનેજિંગ એટર્ની તરીકે સેવા આપે છે અને 2011 થી 2018 સુધી ત્યાં વરિષ્ઠ એપેલેટ કોર્ટમાં એટર્ની હતા. તે 2006 થી 2010 સુધી પ્રોકોપિયોમાં એસોસિયેટ હતા અને 2005 થી 2006 સુધી કેલિફોર્નિયાના સધર્ન ડિસ્ટ્રિક્ટ, યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લો ક્લાર્ક તરીકે સેવા આપી હતી. અમીને યુનિવર્સિટી ઑફ સાન ડિએગો સ્કૂલ ઑફ લૉમાંથી જ્યુરિસ ડૉક્ટરની ડિગ્રી અને યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયામાંથી માસ્ટર ઑફ સોશિયલ વર્કની ડિગ્રી લીધી છે. તે જજ લૌરા હેલગ્રેનની નિવૃત્તિના લીધે ખાલી પડેલી જગ્યાએ નિમણૂક પામી છે.

સાન્ટા ક્લેરા કાઉન્ટીના રામ ફ્લેચરની સાન્ટા ક્લેરા કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ફ્લેચર 2013 થી બોહન એન્ડ ફ્લેચર એલએલપીમાં ભાગીદાર છે. તે 2007 થી 2012 સુધી બોહન એન્ડ બોહનમાં એસોસિએટ અને 2005 થી 2006 સુધી એકમાત્ર પ્રેક્ટિશનર હતા. ફ્લેચરે સાન્ટા ક્લેરા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી જ્યુરીસ ડોક્ટરની ડિગ્રી મેળવી છે. તેનો ન્યાયાધીશ ચાર્લ્સ વિલ્સનની કોર્ટ ઓફ અપીલમાં બઢતીના પગલે સર્જાયેલી ખાલી પડેલી જગ્યા માટે સમાવેશ કરાયો છે.

સ્ટેનિસ્લૉસ કાઉન્ટીના સ્વીના પન્નુને સ્ટેનિસ્લૉસ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પન્નુ ડેમોક્રેટ છે અને 2020થી સ્ટેનિસ્લોસ કાઉન્ટી કાઉન્સેલની ઓફિસમાં ડેપ્યુટી કાઉન્ટી કાઉન્સેલ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે 2006 થી 2020 સુધી સ્ટેનિસ્લોસ કાઉન્ટી પબ્લિક ડિફેન્ડરની ઓફિસમાં ડેપ્યુટી પબ્લિક ડિફેન્ડર તરીકે સેવા આપી હતી. તે 1996 થી 2004 સુધી એમ. એલ. સરિન ખાતે એટર્ની હતા. પન્નુએ યુનિવર્સિટી ઓફ એબરડીન સ્કૂલ ઓફ લોમાંથી માસ્ટર ઓફ લોની ડિગ્રી મેળવી છે. તે જજ થોમસ ડી. ઝેફ નિવૃત્ત થતાં ખાલી પડેલી જગ્યા ઉપર નીમાયા છે.

LEAVE A REPLY