દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન(ANI Photo)

ભારતના ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનો સહિત દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પર કબજો લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રાલયના નાયબ જમીન અને વિકાસ અધિકારીએ 8 ફેબ્રુઆરીએ વકફ બોર્ડને એક પત્ર લખીને આ નિર્ણયની જાણ કરી હતો.

કેન્દ્રના આ નિર્ણયની દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારને વકફની મિલકતો પર કબજો લેવા દેશે નહીં. 123 મિલકતો પર નોટિસ ચોંટાડવામાં આવી છે, તેનાથી મુસ્લિમ સમાજમાં વ્યાપક ચિંતા, ભય અને રોષ” ફેલાયો છે. અમે 123 વક્ફ પ્રોપર્ટી પર પહેલાથી જ કોર્ટમાં અમારો અવાજ ઉઠાવ્યો છે. અમારી રિટ પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. કેટલાક લોકો તેના વિશે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે, આનો પુરાવો તમારા બધાની સામે છે. અમે કોઈને વક્ફ બોર્ડની મિલકતો પર કબજો કરવાની મંજૂરી આપીશું નહીં.

વકફ મિલકતોના ડિનોટિફેકેશન અંગેની જસ્ટિસ (નિવૃત્ત) એસ પી ગર્ગની આગેવાની હેઠળની બે સભ્યોની સમિતિએ તેના રીપોર્ટમાં જણાવ્યું છે કે દિલ્હી વક્ફ બોર્ડ તરફથી તેને કોઇ રજૂઆત અથવા વાંધો મળ્યો નથી. આ સમિતિની રચના દિલ્હી હાઇકોર્ટના આદેશને આધારે કેન્દ્ર સરકારે કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી વક્ફ બોર્ડ મુખ્ય પક્ષકાર અથવા અસરગ્રસ્ત પાર્ટી છે, જેને સમિતિએ રજૂઆતને તક આપી હતી, પરંતુ તેના કોઇ પ્રતિનિધિ સમિતિ સમક્ષ ઉપસ્થિત રહ્યાં ન હતા અને વાંધો પણ રજૂ કર્યો ન હતો. આ હકીકત દર્શાવે છે કે દિલ્હી વક્ફ બોર્ડનો આ મિલકતોમાં કોઇ હિસ્સો નથી. તેથી 123 વક્ફ મિલકતોના તમામ હકોથી દિલ્હી વક્ફ બોર્ડને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. હવે આ તમામ 123 મિલકતોનું રૂબરુમાં ઇન્સ્પેક્શન કરવામાં આવશે.

જોકે દિલ્હી વક્ફ બોર્ડના ચેરમેન તેમના જવાબમાં જણાવ્યું હતું કે દિલ્હી વક્ફ બોર્ડે જાન્યુઆરી 2022માં હાઈકોર્ટમાં પહેલાથી જ બે સભ્યોની સમિતિની રચના વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેના અહેવાલ પર મંત્રાલયે આ કાર્યવાહી શરૂ કરી છે.

 

LEAVE A REPLY