કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી પહેલીએ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે સરકાર 2014 પહેલા અર્થતંત્રના ગેરવહીવટ અંગે શ્વેતપત્ર રજૂ કરે કરશે. સરકારનો હેતુ ભૂતકાળની ભૂલમાંથી પાઠ શીખવાનો છે. કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના 10 વર્ષના શાસન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર મે 2014 માં સત્તામાં આવી હતી. સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર શ્વેતપત્ર આગામી અઠવાડિયે રજૂ કરવામાં આવે તેવી ધારણા છે.
સીતારામને જણાવ્યું હતું કે મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે અર્થતંત્રને તબક્કાવાર સુધારવાની અને શાસન પ્રણાલીને સુવ્યવસ્થિત કરવાની જવાબદારી ઘણી મોટી હતી. સમયની જરૂરિયાત લોકોને આશાવાદી બનાવવાની, રોકાણ આકર્ષવાની અને સુધારાઓ માટે સમર્થન બનાવવાની હતી. “રાષ્ટ્ર-પ્રથમ”ની મજબૂત માન્યતાને અનુસરીને સરકારે તે સફળતાપૂર્વક કર્યું હતું. તે વર્ષોની કટોકટી દૂર કરવામાં આવી છે, અને અર્થવ્યવસ્થાને સર્વાંગી વિકાસ સાથે ઉચ્ચ ટકાઉ વિકાસના માર્ગ પર મૂકવામાં આવ્યું છે.