આંધ્રપ્રદેશમાં જન્મેલા ગોપી થોટાકુરા ભારતના પ્રથમ સ્પેસ ટુરિઝલ્ટ બન્યાં છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસના બ્લૂ ઓરિજિનના NS-25 મિશનના ક્રૂ સભ્યો તરીકે તેઓ અવકાશમાં ગયા હતા. અવકાશમાં સાહસ કરનાર તેઓ બીજા ભારતીય છે. બ્લૂ ઓરિજિને રવિવારે તેની સાતમી હ્યુમન સ્પેસફ્લાઇટ અને ન્યૂ શેપર્ડ પ્રોગ્રામ માટેની 25મી ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
ગોપી થોટાકુરાએ કહ્યું હતું કે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનવાનો તેમને ગર્વ છે
ગોપી થોટાકુરા ઉપરાંત અન્ય અવકાશયાત્રીમાં મેસન એન્જલ, સિલ્વેન શિરોન, કેનેથ એલ. હેસ, કેરોલ શૈલર અને ભૂતપૂર્વ એરફોર્સ કેપ્ટન એડ ડ્વાઈટનો સમાવેશ થાય છે,
બ્લૂ ઓરિજિનની યાદી મુજબ થોટાકુરા અમેરિકામાં એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના સ્નાતક છે અને વ્યાવસાયિક રીતે જેટ ઉડાવે છે. ગોપી એક પાઇલટ અને એવિએટર છે. તેઓ પ્રિઝર્વ લાઇફ કોર્પના સહ-સ્થાપક પણ છે. કંપની હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્થિત સર્વગ્રાહી સુખાકારી અને વર્તણૂકીય સ્વાસ્થ્ય માટેનું વૈશ્વિક કેન્દ્ર છે. તેમણે આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ તરીકે કામ કર્યું છે. થોડા સમય પહેલા તેઓ કિલીમંજારો પર્વતના શિખર પર પહોંચ્યા હતા.
ન્યૂ શેપર્ડે આની સાથે અત્યાર સુધી 37 લોકોને અવકાશમાં સફર કરાવી છે.
એમેઝોનના માલિક જેફ બેઝોસની અન્ય કંપની બ્લુ ઓરિજિનની ફ્લાઇટ બે વર્ષના વિરામ બાદ અવકાશમાં ઉપડી હતી. સપ્ટેમ્બર 2022 માં NS-22 મિશનની નિષ્ફળતા પછી, બ્લુ ઓરિજિનને તેની ટેક્નોલોજી સુધારવા માટે બે વર્ષ રાહ જોવી પડી. પરંતુ હવે બ્લુ ઓરિજિનનું NS-25 19 મે (ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે) અવકાશ તરફ ઉડાન ભરી હતી. આ ફ્લાઇટની ખાસ વાત એ છે કે ગોપી થોટાકુરા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય ‘સ્પેસ ટુરિસ્ટ’ બન્યા છે.