ફ્રાન્સના ડેટા પ્રાઇવેસી રેગ્યુલેટરીએ ઓનલાઇન એડવર્ટાઇઝિંગ ટ્રેકર્સ (કૂકીઝ)ના નિયમોના ભંગ બદલ આલ્ફાફેટની કંપની ગૂગલને 121 મિલિયન ડોલરનો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ ફટકાર્યો છે. CNIL નામની આ રેગ્યુલેટરી સંસ્થાએ ગુરુવારે આ જ નિયમોના ભંગ બદલ વિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોનને પણ 35 મિલિયન યુરોનો દંડ ફટકાર્યો હતો.
ફ્રાન્સની રેગ્યુલેટરીએ નોંધ્યું હતું કે ગુગલની ફ્રેન્ચ વેબસાઇટ અને એમેઝોનના એડવર્ટાઇઝિંગ કુકીઝને કોમ્પ્યુટરમાં સેવ કરવા માટે વિઝિટર્સની મંજૂરી લેવામાં આવી રહી નથી. રેગ્યુલેટરીએ કહ્યુ કે, ઓનલાઇન નોર્મ્સ હેઠળ કોઇ પણ કુકીઝને સેવ કરવા માટે વિઝિટર્સની મંજૂરી લેવી જરૂરી છે.
ફ્રાન્સની રેગ્યુલેટરીએ જણાવ્યું હતું કે ગુગલ અને એમેઝોન ઇન્ટરનેટ ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. કંપનીઓએ ઓનલાઇન ટ્રેકર્સ મામલે આવી માહિતીઓ રેગ્યુલેટરીને આપવાની હતી. વિઝિટર્સ કેવી રીતે તેમની ફ્રેન્ચ વેબસાઇટ પર કોઇ પણ કુકીઝને રિફ્યુઝ કરી શકે છે, તેની પણ માહિતી આપવામાં આવતી ન હતી. રેગ્યુલેટરીએ કહ્યુ કે, એમેઝોન અને ગુગલની પાસે ઇન્ફોર્મેશન બેનર બદલવા માટે ત્રણ મહિનાનો સમય હતો. જો તેઓ આવુ કરવામાં નિષ્ફળ રહે તો, જ્યાં સુધી તપાસ કરવામાં આવશે ત્યાં સુધી પ્રત્યેક દિવસ દીઠ 10 હજાર યુરોનો વધારો દંડ સહન કરવો પડશે.