Google will lay off 12,000 employees
ગૂગલનું ન્યૂ યોર્ક ખાતેનું બિલ્ડિંગ ((istockphoto.com)

ભારતીય સોશિયલ મીડિયા એપ્લિકેશન શેરચેટને ખરીદવા માટે ગૂગલે હિલચાલ કરી હોવાનું માનવામાં આવે છે. ગૂગલ આ એપ માટે 1.03 અબજ ડોલર ચૂકવવા તૈયાર થયું છે. જોકે આ અંગે હજુ વાટાઘાટો ચાલે છે. પરંતુ આગામી દિવસોમાં ડીલ નક્કી થાય એવી શક્યતા છે. જાન્યુઆરી 2015માં લૉન્ચ થયેલા શેરચેટના 1.6 મિલિયન મન્થલી એક્ટિવ યુઝર્સ છે.

ભારતની મોહલ્લા ટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આ એપ તૈયાર કરી છે. એ કંપની અંકુશ સચદેવા, ભાનુ પ્રતાપ સિંહ અને ફરીદ અહેસાને મળીને સ્થાપી હતી. શેરચેટ વીડિયો, જોક્સ, ગીત અને અન્ય સામગ્રી શેર કરવાની સુવિધા આપે છે. ગૂગલ ભારતીય ભાષાઓમાં વિસ્તરણ કરવા માંગે છે, તેથી આવી સ્વદેશી અને સફળ એપ્લિકેશનમાં રોકાણ કરે તેવી શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગૂગલ અને શેરચેટના અધિકારીઓ વચ્ચે પ્રાથમિક કરારો પણ થઈ ચૂક્યા છે. શેરચેટ ગુજરાતી સહિત 15 ભાષામાં ઉપલબ્ધ છે. એટલે અંગ્રેજી ન જાણતા વર્ગમાં એ લોકપ્રિય પણ છે. બેંગાલુરૂ સ્થિત હેડક્વાર્ટરથી શેરચેટનું સંચાલન થાય છે અને તેમાં લગભગ 400 કર્મચારીઓ છે. આ એપ્લિકેશન પ્લેસ્ટોર અને એપ સ્ટોર બન્નેમાં ઉપલબ્ધ છે. ટિકટોક પર પ્રતિબંધ પછી શેરચેટ દ્વારા શેરચેટ મોજ નામે પણ વીડિયો એપ લૉન્ચ કરાઈ હતી.