(ANI Photo)

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં તેજીને પગલે આલ્ફાબેટ ઇન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈ બિલિયોનેર બનવાની તૈયારીમાં છે. બિન-સ્થાપક ટેક એક્ઝિક્યુટિવ માટે આ એક દુર્લભ માઇલસ્ટોન હશે.

51 વર્ષીય પિચાઈ 2015માં ગૂગલના CEO બન્યા ત્યારથી ગૂગલના શેરમાં આશરે 400 ટકાની તેજી આવી છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ યુનિટમાં AI-સંચાલિત વૃદ્ધિને કારણે કંપનીનો પ્રથમ ક્વાર્ટરનો નફો પણ ધારણા કરતાં વધુ રહ્યો હતો. કંપનીએ તેના ઇતિહાસમાં પ્રથમ વખત ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર કંપનીના શેરોમાં આ તેજી અને સ્ટોક એવોર્ડને કારણે પિચાઇનો સમાવેશ વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા એક્ઝિક્યુટિવ્સમાં થાય છે. તેનાથી પિચાઈની સંપત્તિ લગભગ $1 બિલિયનના આંકે પહોંચી છે.

ભારતના ચેન્નાઈના વતની માટે આ એક ઊંચી ઉડાન છે. તેઓ બે રૂમના એપાર્ટમેન્ટમાં ઉછર્યા હતા અને તેમના નાના ભાઈ સાથે લિવિંગ રૂમના ફ્લોર પર સૂતા હતાં. તેમના મોટાભાગના બાળપણ દરમિયાન, પિચાઈ પાસે ટેલિવિઝન કે કાર ન હતી.તેમણે શાળામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આખરે ખડગપુર ખાતેની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મળ્યું હતું. જ્યાં તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં શિષ્યવૃત્તિ મેળવી હતી.

પિચાઈની કુલ સંપત્તિમાં વર્તમાન $424 મિલિયનના વર્તમાન શેરહોલ્ડિંગનો સમાવેશ થાય છે. તેઓ સીઇઓ બન્યા પછી 600 મિલિયનના શેરનું વેચાણ કર્યું હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY