ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સના કમ્પોઝિટ રેન્કિંગમાં ગુજરાત ટોચના સ્થાન હાંસલ કર્યું છે. આ પછી બીજો ક્રમ મહારાષ્ટ્ર અને ત્રીજો ક્રમ ગોવાનો આવ્યો છે. બીજી તરફ ઉત્તરપ્રદેશે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સના વિવિધ ઇન્ડેકેટર્સમાં 8.9 ટકાનો નોંધપાત્ર સુધારો હાંસલ કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ગૂડ ગવર્નન્સ ડેએ આ ઇન્ડેક્સની યાદી જારી કરી હતી.
2021માં 20 રાજ્યોએ તેમના કમ્પોઇન્ડેક્સ ઇન્ડેક્સ સ્કોરમાં સુધારો કર્યો છે. આ ઇન્ડેક્સના 58 ઇન્ડિકેટર્સમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે. 2019-21ના સમયગાળામાં ઇન્ડેક્સ ઇન્ડિકેટર્સમાં યુપીએ 8.9 ટકાનો સુધારો નોંધ્યો છે.
કેન્દ્રના વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગે તૈયાર કરેલી 2021ની આ યાદી અમિત શાહે જારી કરી હતી. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનો હેતુ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની ગુણવત્તાની સરખામણી કરવાનો છે. તેનાથી વિવિધ રાજ્ય સરકારને તેમના વહીવટમાં સુધારો કરવા માટેની વ્યૂહરચના ઘડવામાં અને અમલ કરવામાં મદદ મળે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીએ 25 ડિસેમ્બરને ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
10 ક્ષેત્રોને આવરી લેતા કમ્પોઝિટ રેન્કિંગમાં ગુજરાતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. 2019ના ઇન્ડિકેડર્સની સરખામણીમાં ગુજરાતે 12.3 ટકા, ગોવાએ 24.7 ટકા વધારો નોંધાવ્યો છે. ગુજરાતે આર્થિક વહીવટ, માનવ સંપદા વિકાસ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ યુટિલિટી, સામાજિક કલ્યાણ અને વિકાસ, ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે.
મહારાષ્ટ્રે કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, માનવ સંપદા વિકાસ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ યુટિલિટી, સામાજિક કલ્યાણ અને વિકાસમાં સારો દેખાવ કર્યો છે. ગોવાએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, વેપાર અને વાણિજ્ય, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ યુટિલિટી, આર્થિક વહીવટ, સામાજિક કલ્યાણ અને વિકાસ અને પર્યાવરણમાં સારો દેખાવ કર્યો છે.
ક્ષેત્રવાર જોવામાં આવે તો ઉત્તરપ્રદેશ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં ટોચના સ્થાને રહ્યું છે તથા સામાજિક કલ્યાણ અને વિકાસ તથા ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષાના ક્ષેત્રમાં સુધારો નોંધાયો છે. યુપીએ જાહેર ફરિયાદ નિવારણ સહિત નાગરિકલક્ષી વહીવટમાં સારો દેખાવ કર્યો છે.
ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં 10 ક્ષેત્રો અને 58 ઇન્ડિકેટર્સને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ ઇન્ડેક્સમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગ્રૂપ-એ, ગ્રૂપ-બી, ઇત્તરપૂર્વના રાજ્યના રાજ્યો અને કેન્દ્રશાસિતપ્રદેશ એમ કેટેગરીમાં વર્ગીકૃત કરાયા હતા. ગ્રૂપના બીના રાજ્યોમાં ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષા, પર્યાવરણ અને નાગરિક કેન્દ્રીત વહીવટીમાં ટોચના સ્થાને રહ્યું છે.
કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં દિલ્હી કમ્પોઝિટ રેન્કમાં ટોચના સ્થાને રહ્યું છે. દિલ્હીએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જાહેર ઇન્ફ્રા એન્ડ યુટિલિટી અને સામાજિક કલ્યાણ અને વિકાસમાં સારો વહીવટ કર્યો છે.
10 ક્ષેત્રોને આવરી લેતા કમ્પોઝિટ રેન્કિંગમાં ગુજરાતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. 2019ના ઇન્ડિકેડર્સની સરખામણીમાં ગુજરાતે 12.3 ટકા અને ગોવાએ 24.7 ટકા વધારો નોંધાવ્યો છે. ગુજરાતે આર્થિક વહીવટ, માનવ સંપદા વિકાસ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ યુટિલિટી, સામાજિક કલ્યાણ અને વિકાસ, ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે.