આર્જેન્ટિનો વિજય થયો હતો પરંતુ ગોલ્ડન બૂટ ફ્રાન્સના એમબાપ્પેને મળ્યા હતા. બીજી તરફ આ વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકે ગોલ્ડન બોલ લિયોનેસ મેસ્સીને મળ્યો હતો, જ્યારે ગોલ્ડન ગ્વોવ્સ આર્જેન્ટિનાના એમી માર્ટિનેઝન મળ્યા હતા. મેસીએ આ ટુર્નામેન્ટમાં કુલ સાત ગોલ કર્યા હતા. બીજી તરફ એમબાપ્પેએ વર્લ્ડકપ 2022માં કુલ આઠ ગોલ કર્યા હતા.
ફાઇનલ અગાઉ લિયોનેલ મેસ્સી અને કાઈલીયન એમબાપ્પે બંનેએ 5-5 ગોલ કર્યા હતા અને બંને ખેલાડી ગોલ્ડન બૂટની રેસમાં પણ સૌથી આગળ હતા. ફૂટબોલ વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ મળે છે. ગોલ્ડન બૂટ એવોર્ડની શરૂઆત વર્ષ 1982ના ફૂટબોલ વર્લ્ડકપથી કરવામાં આવી હતી. અગાઉ આ એવોર્ડ ગોલ્ડન શૂ તરીકે ઓળખાતો હતો પરંતુ વર્ષ 2010માં તેને બદલીને ગોલ્ડન બૂટ કરવામાં આવ્યો હતો.