અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટેના ટોઈલેટમાંથી એક સફાઈ કર્મચારીને 800 ગ્રામ સોનું મળ્યું હતું. આ સફાઈ કર્મચારી ટોઈલેટ સાફ કરી રહ્યો હતો એ સમયે તેને 800 ગ્રામ સોનું મળી આવ્યું હતું. આ સફાઈકર્મીએ આ સોનું કસ્ટમ વિભાગને સોંપીને પોતાની ઈમાનદારી દર્શાવી હતી. એરપોર્ટ વહીતંત્રએ પણ સફાઈકર્મીની ઈમાનદારીને બિરદાવી હતી તેમને સન્માનપત્ર પણ આપીને સન્માન કર્યું હતું. કસ્ટમ વિભાગે આ સોનું કબજે કરી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગતો એવી કે, હરવિંદર નારુકા મૂળ રાજસ્થાનના છે અને તેઓ અહીં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. ઈન્ટરનેશલ ટર્મિનલ 2માં અરાઈવલમાં કર્મચારીઓ દ્વારા ટોઈલેટમાં સફાઈની કામગીરી બરાબર થાય છે કે કેમ તેનું તેઓ ચેકિંગ કરી રહ્યા હતા. આ સમયે તેમને ટોઈલેટનો ફ્લશ ટેન્ક ખુલ્લો જોવા મળ્યો હતો. એટલે તેઓએ અહીં ચેકિંગ કર્યુ હતુ. આ સમયે તેમને અંદરથી પ્લાસ્ટિકની બે બેગ મળી હતી. તેમાં સોનાના બે કડાં હતા.
કસ્મટ વિભાગે તપાસ્યું તો બંને કડા 400-400 ગ્રામના હતા. એટલે કે 800 ગ્રામનું સોનું હતું અને તેની અંદાજિત કિંમત રુપિયા 45 લાખ હતી. એરપોર્ટે તંત્રનું કહેવું છે કે, ચેકિંગ પહેલાં અબુધાબીની એક ફ્લાઈટ આવી હતી. જેમાંથી આવેલો કોઈ મુસાફર આ સોનું ટોઈલેટમાં મૂકીને રવાના થઈ ગયો હોવાની શંકા છે.