ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં નવેમ્બર 2020 દરમિયાન આઉટફ્લો બાદ ફરી નવું રોકાણ આવ્યું હતું. ડિસેમ્બર દરમિયાન ગોલ્ડ ETFમાં રૂ.430 કરોડનું રોકાણ થયું હતું.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયા (AMFI)ના જણાવ્યા મુજબ ગોલ્ડ ETFમાં ચોખ્ખું મૂડીરોકાણ આવવા માટે કેટલાંક પરિબળો જવાબદાર છે. પ્રથમ કારણ એ છે કે સોનું રોકાણ માટે સુરક્ષિત હોવાની માન્યતા મક્કમ રહી છે અને અગાઉ સતત ઘટાડો થયા બાદ ડિસેમ્બરમાં સોનાના ભાવમાં આવેલ સુધારાનો ટ્રેન્ડ છે.
ડિસેમ્બર મહિનામાં રૂ.24 કરોડના ગોલ્ડ ફંડનું રિડેમ્પસન થયું હતું, જે છેલ્લા એક વર્ષનું સૌથી ઓછું છે જ્યારે તેની અગાઉના નવેમ્બરમાં તે રૂ.616 કરોડ નોંધાયુ હતુ. આ સાથે ડિસેમ્બર 2020ના અંતે ગોલ્ડ ETFની નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) રૂ.14,173 કરોડ રહી હતી અને ગોલ્ડ ETFના પોર્ટફોલિયોની સંખ્યા 8.87 લાખ હતી.