ઇન્ડોનેશિયાના તનિંબર ટાપુઓ પર રહેતા ગોફિનના કોકાટૂઝ પોપટને પહેલાથી જ એવિયન વિશ્વના કેટલાક હોંશિયાર સભ્યો તરીકે ઓળખવામાં આવ્યા છે. કોકાટુ પોપટ લાકડી તરીકે સ્ટ્રોને પકડતો અને તેનો ઉપયોગ પોતાનું ભોજન મેળવવા કરતો જોવા મળ્યો હતો. આ પોપટો પ્રથમ વખત સાધનોના સેટ વહન કરતા જોવા મળ્યા છે, જે અગાઉ માત્ર મનુષ્યો અને ચિમ્પાન્ઝીઓમાં જ જોવા મળતું હતું.
આ પોપટ ત્રણ પ્રકારનાં ટૂલનો ઉપયોગ કરતા જોવા મળે છે. તેઓ વિવિધ જાડાઈ અને આકારની ડાળીઓનો ઉપયોગ ફળના વિવિધ સ્તરોને વીંધવા માટે, તેની અંદરના બીજ સુધી પહોંચવા માટે કરે છે.
નવા અભ્યાસમાં પાળવામાં આવેલા કોકાટુ પોપટોને એક બોક્ષમાં પારદર્શક પડદાની પાછળના કાજુ સુધી પહોંચવાનું કામ સોંપાયું હતું. તે માટે છિદ્રો બનાવવા માટે એક ટૂંકી પોઇન્ટેડ લાકડી અને પ્લાસ્ટિકનો સ્ટ્રો અપાઇ હતી. દસ કોકાટુ પોપટમાંથી સાતે પોતાની જાતે કાજુ કાઢી લીધો હતો. બે પોપટે તેમના પ્રથમ પ્રયાસમાં 35 સેકન્ડમાં કાર્ય પૂર્ણ કર્યું હતું. આ ઉપરાંત આ કોકાટુ પાસે બીજા પણ કામ કરાવાયા હતા. તેમાં તેઓ પોતાની જાતે તા કામ કરીને સફળ થયા હતા.