તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટે 18 ઓગસ્ટ સુધીની તેની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. એક ટ્વીટમાં એરલાઇને જણાવ્યું હતું કે ઓપરેશનલ કારણોને લીધે 18મી ઓગસ્ટ 2023 સુધીની ગો ફર્સ્ટની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે 3મેથી એક પણ ફ્લાઇટનું ઉડ્ડયન કર્યું નથી. વાડિયા ગ્રૂપની આ એરલાઇને 2મેએ NCLTમાં સ્વૈચ્છિક રીતે નાદારીની અરજી કરી હતી. આ પછી ગો ફર્સ્ટને ફરી બેઠી કરવાની યોજના રજૂ કરાઈ હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ગયા મહિને એરલાઇનની ફરી ઉડ્ડયનની યોજનાને મંજૂરી આપી હતી.