જ્ઞાનવાપીમાં પ્રગટ થયેલા ભગવાન આદિ વિશ્વેશ્વર (શિવલિંગ)ની પૂજા શરૂ કરવાની દ્રારિકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજની હાકલ બાદ સંત સમાજ શનિવાર, 4 જૂને શિવલિંગની પૂજા શરૂ કરવા માટે જ્ઞાનવાપી જશે. આ જાહેરાત વારાણસીના કેદારઘાટ સ્થિત વિદ્યામઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કરી છે.
આ જાહેરાતને પગલે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની મુશ્કેલીમાં વધારો થવાની ધારણા છે.શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી સનાતન ધર્મના સૌથી મોટા આચાર્ય છે અને ઉપરાંત ધાર્મિક રીતે કાશી ઉત્તર ક્ષેત્રમાં આવે છે. શંકરાચાર્ય મહારાજ આ ઉત્તર ક્ષેત્રના ધાર્મિક વડા છે. આ કારણોથી તેમના આદેશ બાદ સંત સમાજ જોશમાં છે.આ જાહેરાતથી જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ વકરવાની શકયતા છે.